________________
Dossesses
=
=
=
=
=
આ વિશ્વમાં સૌથી વધારે તાકાત હોય તો પ્રભુભક્તિની છે. કર્મગ્રંથમાં મનુષ્યને યોગ્ય શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ કોને બંધાય ? એ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે નંદીશ્વર દ્વીપાદિમાં પ્રભુભક્તિ કરતાં દેવો મનુષ્યને યોગ્ય શુભ પ્રકૃતિઓ ઉત્કૃષ્ટ રસવાળી બાંધે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ ભક્તિથી ઉત્કૃષ્ટ કોટિનું પુણ્ય બંધાય છે અને તે પણ શુભ અનુબંધવાળુ એટલે કે પુણ્યાનુબંધિ પુણ્ય.
જુઓ રાવણે અષ્ટાપદ પર પ્રભુભક્તિ કરતા તીર્થંકર નામ કર્મ બાંધ્યું. કુમારપાળે અઢાર ફ્લોથી પ્રભુપુજા કરતા અઢાર દેશનું રાજ્ય મળે તેવું પુણ્ય બાંધ્ય, સાથે એવો શુભ અનુબંધ પડ્યો કે એ રાજ્યના ભોગવટા વખતે વિશેષ પ્રભુભક્તિના ભાવો જાગ્યા અને વિશેષ પ્રભુભક્તિ કરતા ગણધર નામકર્મ બાંધ્યું. પ્રભુ મહાવીરની ભક્તિ કરવા માટે ફ્લ લઈને આવતી ડોશી રસ્તામાં મૃત્યુ પામી પણ પ્રભુભક્તિના ભાવના કારણે દેવલોકમાં ગઈ, ત્યાંથી પ્રભુભક્તિ કરવા તે દેવ આવ્યો. ૨૫ . (૬૯)
Sep
પ્રભુપૂજા કરતાં નાગકેતુ કેવળજ્ઞાન પામ્યા.
સુલસા, રેવતી નામની બંને શ્રાવિકાઓએ મહાવીર પ્રભુ પ્રત્યે ભક્તિના પ્રભાવથી તીર્થકર નામકર્મ બાંધ્યું. આવા તો અગણિત દષ્ટાંતો શાસ્ત્રોમાં છે, વર્તમાનમાં પણ અનુભવાય છે.
પ્રભુ ભક્તિથી ચઢીયાતું નહી પણ પ્રભુ ભક્તિની સમાન બીજુ કોઈ અનુષ્ઠાન આ જગતમાં નથી પ્રભુભક્તિ બહુમાનપૂર્વક કરવાની છે, વળી નિરાશંસપણે શુદ્ધ ભાવથી ભક્તિ કરતા કરતા પણ બહુમાન વધતુ જાય છે. બહુમાન વિનાની પ્રભુભક્તિ જોઈએ તેવું ળ નહીં આપે.
જો કે પ્રભુભક્તિનું ઓછુવઘુ ફળ મળ્યા વગર રહેવાનું નથી. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. હરિભદ્રસૂરિ મ. જણાવે છે. “असर्वभावेन यदृच्छया वा परानुवृत्त्या विचिकित्सया वा। ये त्वां नमस्यन्ति मुनीन्द्रचन्द्रास्तेप्यामरी सम्पदमाप्नुवन्ति॥"
. . (૭૦) News,
WONOG
GOGORO
અ૫ભાવથી, ગમે તે રીતે, બીજાના આગ્રહથી વિચિત્સિા (ફળની શંકા વગેરેથી) પણ મુનીન્દ્રોમાં ચંદ્ર સમાન જીવો, જે તમોને નમસ્કાર કરે છે તે જીવો ઉત્તમ સંપદાને પામે છે.
આમ પ્રભુ ભક્તિ કદિ પણ નકામી જતી નથી. પરંતુ શુદ્ધ ભાવપૂર્વક અત્યંત બહુમાનથી જે પ્રભુ ભક્તિ કરાય છે તેનું ફળ અત્યંત મહાન છે. અરે ! પ્રભુ બહુમાન એ જ મોટામાં મોટું સુખ છે.
કેવી રીતે એ વિચારીએ !
આ જગતમાં મોટામાં મોટું સુખ ક્યું ? એ વિચારતા પૂર્વે દુનિયાના જીવોને જે સુખનો અનુભવ થાય છે તે વિચારીએ.
જીવોને સુખનો અનુભવ ક્યાં શી રીતે થાય તે વિચારીએ !
આ જગતમાં જીવોને સુખ છે તે રાગના ઘરનું છે. લાખોની કમાણી થાય ત્યારે આનંદ થાય છે. No.
(૭૧) www.
સુખનો અનુભવ થાય છે. તેમાં કારણ ધન પ્રત્યેનો રાગ છે. જેને ધન પ્રત્યેનો રાગ નથી એને ધનની પ્રાપ્તિ થતા તેવો આનંદ થતો નથી. જે વસ્તુ પ્રત્યે રાગ છે તેની પ્રાપ્તિ અને સ્મરણમાં આનંદ આવે છે. સુખનો અનુભવ થાય છે. વળી જેમ જેમ વધુને વધુ કિંમતી વસ્તુ જણાય છે તેમ તેમ તેની પ્રાપ્તિમાં વધુ આનંદ થાય છે. જેમ પાણી કરતા દુધ મળે વધુ આનંદ, દુધ કરતાં દુધપાકની પ્રાપ્તિમાં વધુ આનંદ, તેના કરતાં શિખંબાં વધારે આનંદ, તેથી કેરીના રસમાં વધુ આનંદ.
ચાંદીની પ્રાપ્તિ કરતા સોનામાં વધુ આનંદ (સુખ) સોનાની પ્રાપ્તિ કરતા માણેક-મોતીની પ્રાપ્તિમાં વધુ આનંદ, તેના કરતા હીરાની પ્રાપ્તિમાં વધુ આનંદ, હીરામાં પણ સાદા હીરા કરતાં કોઈ વિશિષ્ટ હીરામાં વિશેષ આનંદ.
સામાન્ય લખપતિપણા કરતા કરોપ્રતિપણામાં વધુ
NSS
)
(૭૨)
& .