________________
Dossesses
કવિઓ ઘણીવાર પ્રભુભક્તિમાં અતિશય લીન બની જાય છે ત્યારે ભાન ભૂલી જાય છે. કવિ ધનપાળે પણ પ્રભુભક્તિના ભાવના અતિરેકમાં ઋષભ પંચાશિકામાં વિશેષ વાત જણાવી છે. "होही मोहच्छेओ, तुह सेवाए धुव त्ति नंदामि । जं पुण न वंदिअव्वो तत्थ तुमं तेण झिज्झामि।।"
તમારી સેવાથી મોહનો નક્કી ઉચ્છેદ થશે તેથી આનંદ પામુ છું, પણ પછી ત્યાં (વીતરાગદશામાં, મુક્તિમાં) તમને વંદન નહીં થાય તેથી મુંઝાઉ છું.
ધનપાળ કવિ કહે છે કે પ્રભુ તમારી ભક્તિથી મારી મુક્તિ નિશ્ચિત થઈ ગઈ છે. મારી મુક્તિને કોઈ પણ અટકાવી શકે તેમ નથી, કેમકે તમારી ભક્તિમાં મન-વચન-કાયા લીન થઈ ગયા છે. પણ પ્રભુ મને આ જ કારણે મોટી મુંઝવણ થાય છે. મૂંઝવણ એ છે કે મુક્તિમાં ગયા પછી તમને વંદન નહિ થાય. તમારી ભક્તિ નહીં થાય.
કવિઓને પ્રભુભક્તિની કેટલી લગની છે ?
હવે આગળ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે પ્રભુ ! મારે મુક્તિની ચિંતા કરવાની જરૂર નથી, કેમકે તમારી ભક્તિ જ ગમે તે રીતે મુક્તિને ખેંચી લાવશે.
પ્રભુભક્તિ એ લોહચુંબક છે. પાવરફુલ એવુ લોહચુંબક પણ જેમ થોડે દૂર રહેલા પણ લોખંડને ખેંચી લાવે તેમ પ્રભુભક્તિનો તીવ્ર ભાવ એ મુક્તિને તુરત જ ખેંચી લાવે છે.
આ રીતે ઉપાધ્યાયજી મહારાજ આપણને પણ એક જ ઉપદેશ આપે છે. મુક્તિની ચિંતા ન કરશો એક માત્ર નિઃસ્વાર્થપણે, નિરાશંસપણે, શુદ્ધભાવથી પ્રભુભક્તિ કરતા જ રહો. મુક્તિ એની મેળે ખેંચાઈને આવશે. પ્રભુના ભક્તને કોઈ પણ જાતની ચિતા કરવાની રહેતી નથી. સમ્યદૃષ્ટિ દેવો પણ પ્રભુના ભક્તને સહાય કરે છે અરે તમને ખબર નહી હોય પણ વર્તમાનના આચાર્યો સાધુઓ કે ચતુવિધ સંઘ મew. . (૬૬) Sep
,
,
,
(૬૫) A
L
L
દેવદેવીઓને પ્રભુભક્તોની રક્ષા કરવા હંમેશા વિનંતી કરે છે. સંતિકર ઘણા મહાત્માઓ કે શ્રાવક-શ્રાવિકાઓ રોજ યાદ કરે છે.
વળી પાખી પ્રતિક્રમણના અંતે પણ યાદ કરે છે. તેની ચોથી ગાથા નીચે પ્રમાણે છે. "वाणी तिहुअणसामिणी, सिरिदेवी जक्खरायगणिपिडगा। गहदिसीपाल सुरिंदा सयावि रक्खंतु जिणभत्ते।।"
અર્થ : હે વાણી, (એટલે સરસ્વતી દેવી) ત્રિભુવનાસ્વામિની દેવી, શ્રીદેવી, યક્ષરાજ ગણિપિટક, નવગ્રહ દેવો, દશદિકપાલ દેવો, ચોસઠ ઈન્દ્રો ! તમે પ્રભુના ભક્તોની સદા રક્ષા કરજો !
અહીં સૂરિમંત્રની પાંચ પીઠોના આ અધિષ્ઠાયકો બતાવ્યા છે. પ્રથમ વિધાપીઠ છે, તેની અધિષ્ઠાયિકા સરસ્વતી દેવી છે. બીજી મહાવિધાપીઠ છે, તેની અધિષ્ઠાયિકા ત્રિભુવનસ્વામિની દેવી છે, હજાર હાથવાળી તે દેવી માનુષોત્તર પર્વત પર વાસ કરે છે. ત્રીજી wek beslo (89) KNOR EN
ઉપવિધાપીઠ છે તેની અધિષ્ઠાયિકા શ્રીદેવી (લક્ષ્મીદેવી) છે તે પદ્મસરોવર પર રહેનારી છે. ચોથી મંત્રપીઠ છે તેના અધિષ્ઠાયક સોળ હજાર યક્ષોના માલિક ચક્ષરાજ ગણિપિટક છે. પાંચમી પીઠના અધિષ્ઠાયક ૧૨૮ દેવ-દેવીઓ છે. ચોસઠ ઈન્દ્રો, સોળ વિદ્યાદેવીઓ ચોવીશ ભગવાનના ચોવીશ યક્ષો, એ જ રીતે ચોવીશ યક્ષિણી થઈને કુલ ૧૨૮ અધિષ્ઠાયકો પાંચમી પીઠના છે.
અહીં ચોથી ગાથામાં ૬૪ ઈન્દ્રોને લીધા, સોળ વિધાદેવી, ચોવીશ યક્ષો, ચોવીશ યક્ષિણીઓને નામ લેવાપૂર્વક પાછળની ગાથાઓમાં યાદ કર્યા છે.
| વિચારો ! પ્રભુના ભક્તોની રક્ષા માટે અનેક આચાર્યો, સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ. સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓને પ્રાર્થના કરે છે. આ મહાપુરુષોની પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. માટે સાર એ જ છે કે પ્રભુના અનન્ય ભક્ત બનો. સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ તમારી રક્ષા કરશે.
.
(૬૮)
.
.
.