________________
=
=
=
=
=
ભવો, પંચેન્દ્રિયમાં પણ સાત-સાત નરકના પર્યટન, સાગરોપમો સુધી કારમી ભયંકર વેદનાઓ, તિર્યંચમનુષ્ય અને દેવના પણ કેવા કારમા દુ:ખમય ભવો હે દેવાધિદેવ ! આવા સંસારમાં અજ્ઞાનમાં અથડાતા અને ઘોરાતિઘોર જન્મ-મરણ-જરા-રોગ-શોકદરિદ્રતાના દુઃખોને સહન કરતા મારા જીવને આપી કેટલા બધા ઊંચે લઈ આવ્યા આજે ઉત્તમ મનુષ્યભવ, આર્યદેશ, ઉચ્ચકુલ, જૈન ધર્મની પ્રાપ્તિ, દેવ તરીકે આપની પ્રાપ્તિ આ બધુ પ્રભુ આપના પ્રભાવે જ થયુ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પણ વીતરાગ સ્તોત્રમાં જણાવે છે
"भवत्प्रसादेनैवाह- मियती प्रापितो भुवम्।"
આપના પ્રસાદથી જ હું આ સ્થાન સુધી, આ અવસ્થા સુધી પહોંચ્યો છું... પ્રભુ હવે આપને હું કેમ વિસારી શકું ?
બસ હવે મારી એક જ ટેક છે, પ્રભુ તમારા સિવાય બીજા કોઈ દેવની મને ઈચ્છા જ નથી.
Sou. . (૪૯) use. .
પ્રભુ તમારા વચનરાગના સુખસાગરમાં હું મગ્ન થઈ ગયો છું. હવે હું કર્મસમૂહના ભમથી જુલમથી ડરતો નથી.
સંપૂર્ણ જગતમાં એક છત્રીયરાજ્ય કર્મસત્તાનું છે.આ કર્મ રાયને રંક કરે છે, રંક ને રાય કરે છે. આજે આપણી નજર સામે છે મોટા મોટા રજવાડાના માલિક રાજાઓ રોડ પર આવી ગયા, કંઈક હોટલો કરી કે બીજા ધંધા કરી ગુજરાન ચલાવે છે. જ્યારે બીજી બાજુ પાનના ગલ્લાવાળા, લારી ફેરવનારા, લોકશાહીમાં ખટપટો કરી મતો મેળવી મોટા પ્રધાનો થઈ ગયા. કરોડો અબજોની સંપત્તિઓના માલિક થઈ ગયા. આ જીંદગીની છેલ્લી ક્ષણ સુધી છ ખંડના સામ્રાજ્યને ભોગવનાર બ્રહ્મદત્તને કર્મે બીજી જ ક્ષણે ૭મી નરકમાં મોકલ્યો. માગધ સમ્રાટ શ્રેણિક ૧લી નરકમાં ગયા. દેવાધિદેવ મહાવીર પ્રભુને પણ કાનમાં ખીલા ઠોકાયા, પગ પર ખીર રંધાઈ, એક રાત્રિમાં
પSep
(૫૦)
ર
OGG YGYON
સંગમના ઘોર ઉપસર્ગો વગેરે ભોગવવા પડ્યા. ઋષભદેવ પ્રભુને એક વરસ સુધી નિત્ય ગોચરી જવા છતા આહારની ઉપલબ્ધિ ન થઈ. ફગણ વદ ૮ (શાસ્ત્રીય કે રાજસ્થાની ચૈત્ર વદ-૮) થી બીજા વર્ષના વૈશાખ સુદ ૨ સુધી પ્રભુને ભોજન ન મળ્યું. વૈશાખ સુદ ૩ના પારણું થયુ. કર્મના જુલમને હજારો, લાખો, કરોડો અસંખ્ય અને અનંત જીવો ભોગવી રહ્યા છે. પાર વગરના દ્રષ્ટાંતો છે.
પૂજ્ય મહોપાધ્યાયજી પ્રભુને વિનંતિ કરતા કહે છે. જભી એવા આ કર્મોનો હવે મને ભય નથી. કેમ ભય નથી ?
કારણ પ્રભુ પ્રત્યેનો અત્યંત રાગ અને પ્રભુના વચન પ્રત્યેનો રાગ.
મારો તમારા અને તમારા વચનો પ્રત્યેનો રાગ એ સુખનો સાગર છે અને એ સુખ સાગરમાં મારી એટલી બધી લીનતા છે કે હવે મને કોઈ ભય નથી.
પ્રભુ જેને તમે મળ્યા જેને તમારું વચન મળ્યું. એને આ જગતમાં કોઈ ભય નથી, એ નિર્ભય છે.
પ્રભુ આપ અભયના દાતાર છો, સંસારમાં સાત પ્રકારના ભયો છે. ૧. આલોક ભય એટલે મનુષ્યને મનુષ્યથી ભય. ૨. પરલોક ભય એટલે મનુષ્યને તિર્યંચ કે દેવથી.
ભય. ૩. અકસ્માત ભય એટલે વગર નિમિત્તે અકસ્માત
મનમાં ભય ઉત્પન્ન થાય. ૪. આજીવિકા ભય એટલે આલોકમાં નિર્વાહ કેમ
કરવો ? ધંધો-નોકરી વગેરે ચાલ્યા જવાનો ભય. ૫. આદાન ભય એટલે ચોરી થવાનો ભય. ૬. અપયશ ભય એટલે દુનિયામાં અપયશ કે અપકીતિ
ફ્લાઈ જાય તેવો ભય. ૭. મરણ ભય એટલે મૃત્યુનો મહાન ભય.
SubsN® (૫૧) ગse
-ડાળ ડાળ (૫૨)
ODO -