________________
GSSS SS SS SS
આપણને આવા એક મહાન અવર્ણનીય અનુપમ અચિત્ય એવા દેવાધિદેવ-પ્રાપ્ત થયા છે ત્યારે ઉપાધ્યાયજી મ. પ્રભુને કહે છે, તમારુ આવું સ્વરૂપ જાણ્યા પછી તમને છોડીને બીજા દેવને કોણ સેવે ?
સંસારમાં જેમ સોનું હીરા-માણેક રત્નો. છોડી કોણ ઘાસ ભેગુ કરે ? કોઈ નહિ, તેવી જ રીતે સેંકડો હાથીઓ ભરેલી રાજાની હાથીશાળામાંથી એ બધા હાથીઓને છોડીને ઉંટોનો સંગ્રહ કયો રાજા કરે ? કોઈ પણ નહીં.
પ્રવાસી રસ્તામાં થાક્યો હોય અને કલ્પવૃક્ષની છાંયડી મળતી હોય, અને બાવળનું કાંટાળું ઝાડ હોય તો કોણ કલ્પવૃક્ષને છોડીને બાવળની છાયામાં બેસે ? કોઈ ન બેસે.
બસ આ જ રીતે કયો વિવેકી પુરુષ દેવાધિદેવનું સ્વરૂપ જાણ્યા પછી અન્ય રાગી દ્વેષી દેવોની ઉપાસના કરે ?
હા, જેની પાસે રત્નો પ્રાપ્ત કરવાની સમૃદ્ધિ નથી તેવા દરિદ્રજનો ઝૂંપડીમાં ઘાસ એકઠું કરે, જેમની પાસે હાથી ખરીદવાની સંપત્તિ નથી તેવા કુંભાર વગેરે ઉંટો રાખે, જ્યાં કલ્પવૃક્ષ કે ઉત્તમવૃક્ષની છાયા પ્રાપ્ત થઈ શકે તેમ નથી ત્યાં પ્રવાસી બાવળીયાની છાયામાં બેસે.
તેમ દેવાધિદેવનું સ્વરૂપ ન જાણે તેવા અજ્ઞાની જીવો અથવા કોઈ સંસારના સુખના લાલચુ અન્ય દેવોને સેવે એ જુદી વાત છે પણ કોઈ પણ પરમાત્માના સ્વરૂપ, પ્રભાવ, મહિમા, ગુણોને જાણનાર અરિહંત પરમાત્મા સિવાય અન્યને સેવે જ નહિ.
આપણે પણ “તુજ વિણ અવર સુર કુણ સેવે?” આ પંક્તિને અત્યંત ભાવપૂર્વક વારંવાર બોલી દયમાં એવી ઘુંટીએ કે કોઈ ક્લિષ્ટ કર્મ આત્મામાં પડ્યા હોય કે જે ભવિષ્યમાં કે ભવાંતરમાં આપણને પરમાત્માનું વિસ્મરણ કરાવી અન્યત્ર ઘસડી જાય તો તેનો ક્ષય થઈ જાય. અશુભ અનુબંધો ભાવપૂર્વક પરમાત્માની
કાજી (૪૫) ડા
,
તeos See No (૪૬)
Se New
=
=
=
=
=
=
આવી સ્તવનાથી તૂટી જાય છે. એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા,
તુજ વિના દેવ દુજે ન ઇહું તુજ વચન રાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભમ થકી હું ન બીહું Il૪ll aષભ૦.
શબ્દાર્થ : હે પ્રભુ! સદા માટે મારી વિવેકપૂર્ણ ટેક છે કે તમારા વિના બીજી કોઈ દેવની હું ઈચ્છા કરતો જ નથી.
નાથ ! તારા વચન પરના રાગરૂપી સુખ સાગરમાં રમતો હું હવે કર્મ સમૂહના ભ્રમથી પણ બીતો નથી.
વિશેષાર્થ : હજી ઉપાધ્યાયજી પોતાના મનના મજબૂત સંકલ્પને પ્રભુ આગળ પ્રગટ કરે છે.
હે નાથ ! ખૂબ ઉત્તમ વિવેકપૂર્વક વિચારીને મેં મારા મનમાં એક ટેક સદા માટે નક્કી કરી છે. કે તારા વિના અન્ય દેવની ક્યારેય ઈચ્છા નહિ કરું.
ઉપાધ્યાયજી કહે છે સ્વપ્રમાં પણ હું તારા સિવાય બીજા દેવની ઈચ્છા નથી કરવાનો, અરે મારી ટેક અચલ છે. મજબૂત છે એટલે આ ભવમાં જ નહિ પણ ભવાંતરમાં પણ હું તારા સિવાય બીજા દેવની ઈચ્છા કરવાનો નથી.
મારા હૃદયપટ પર પ્રભુ તારા સિવાય બીજા કોઈને માટે અવકાશ જ નથી.
તમને બરાબર ઓળખ્યા છે. મેં તમને બરાબર પીછાણ્યા છે. તમારા ગુણગણને મેં જાણ્યા છે. તમારી કરુણાનો મને ખ્યાલ આવી ગયો છે. તમારા અનુપમા અને અનંત ઉપકારને પ્રભુ ! હું શી રીતે વિસરી શકું ? ક્યાં અનંતા જીવો સાથે એક જ કાયામાં જન્મ-મરણ કરવાની અનંત દુ:ખોને ભોગવવાની મારી નિગોદમાં સ્થિતિ, અરે ત્યાંથી નીકળ્યા પછી પણ પૃથ્વીકાય, અકાય વગેરે એકેન્દ્રિયમાં મારી રખડપટ્ટી, ઘોરાતિઘોર દુઃખોનો ભોગવટો, વિકલેન્દ્રિયના કારમાં
SubsN® (૪૭) ગse Se
1
5
.
0 (૪૮)
રા
.