________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છે. તો કોને યાદ કરશો? તે સમયે જે પ્રિય હશે તેને બોલાવશોને? દીકરો પ્રિય હશે તો દીકરાને બોલાવશો! અને સ્ત્રી પ્રિય હશે તો સ્ત્રીને બોલાવશો! નીચેના માળ પર હોય તો એને લીધા વિના બહાર નીકળો ખરા?
એ સમયે એ યાદ આવશે જેને હૃદયમાં બેસાડેલ હશે! શ્રીપાલને ધવલ શેઠે સમુદ્રમાં ધક્કો માર્યો, ત્યારે શ્રીપાલને મયણા યાદ ન આવી! બીજી કોઈ સ્ત્રી યાદ ન આવી... યાદ આવ્યા સિદ્ધચક્રજી! સમુદ્રમાં પડતાં જ સિદ્ધચક્રજીનું સ્મરણ થઈ આવ્યું! આપોઆપ! જે હૃદયમાં બિરાજમાન હોય તેનું સ્મરણ કરવું પડે ખરું?
યાદ કરવા પડે તો સમજવું કે હૃદયમાં સ્થાપના થઈ નથી! સહજ રૂપે યાદ આવી જાય તો સમજવું કે હૃદયમાં સ્થાપના થઈ ગયેલી છે. શ્રીપાલને સિદ્ધચક્રજીનું સ્મરણ સહજ રીતે થઈ ગયું. સિદ્ધચક્રજીના દિવ્ય પ્રભાવથી શ્રીપાલનું રક્ષણ થયું. શ્રીપાલને ધવલ શેઠે સમુદ્રમાં ધક્કો માર્યો, તો તે પડ્યા ક્યાં? સમુદ્રમાં ને? પરંતુ પડ્યા મગરમચ્છની પીઠ પર! છેલ્લે છેલ્લે શ્રીપાલને મારવા માટે ધવલ શેઠ ખુલ્લી તલવાર સાથે સીડી પર ચઢતો હતો ને? જે તલવારથી ધવલશેઠ શ્રીપાલના ટુકડા કરવાનો હતો, તે જ તલવાર ધવલશેઠના શરીરમાં ઘૂસી ગઈ હતી ને? સમુદ્રમાં શ્રીપાલ બચી ગયા, કિનારે શ્રીપાલને ધવલ શેઠ મળ્યા. તો શ્રીપાલે શું કહ્યું? શું કર્યું? શું શ્રીપાલે ધવલશેઠની કાનપટ્ટી પકડી હતી? “ઠીક હાથમાં આવ્યો છે, હવે તને મજા ચખાડું.....' શું આમ કહેલું? શ્રીપાલનું ભવ્ય વ્યક્તિત્વ:
માનો કે તમને કોઈએ ધક્કો માર્યો હોય, પરંતુ તમે બચી ગયા, પછી ધક્કો મારનાર તમને મળી જાય, તો તમે શું કરો? તેને તમે છોડો ખરા?
સભા : હવે તો છોડીએ! , મહારાજશ્રી : કેમ? શ્રીપાલનો પરિચય થયો માટે! “શત્રુ પ્રતિ પણ શત્રુતા નહીં.” “અહિત કરનારનું પણ અહિત કરવાનું નહીં! શ્રીપાલના આ ભવ્ય વ્યક્તિત્વને ઓળખવાની જરૂર છે. આવા ઉચ્ચતમ્ વ્યક્તિત્વવાળા શ્રીપાલને માનસમિત્ર બનાવો. એમાંથી ભવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થશે. જીવન જીવવાની દૃષ્ટિ પ્રાપ્ત થશે.
અહિત કરનારનું અહિત નહીં કરવાનું એટલું જ નહીં, શ્રીપાલ તો એથીય આગળ વધ્યા હતા! અહિત કરનારનું પણ હિત કર્યું! ધવલ શેઠ મુશ્કેલીમાં હતો, શ્રીપાલે તેને છોડાવ્યો. સિદ્ધચક્રના આરાધક શ્રીપાલમાં મૌલિક યોગ્યતા કેવી હતી?
For Private And Personal Use Only