________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સિંહ અણગારને એટલો આનંદ થયો કે તુર્ત ત્યાંથી પાત્ર લઈને રવાના થયા! કેવી ત્વરાથી અને ઊલટથી ચાલ્યા હશે? પહોંચ્યા રેવતી શ્રાવિકાને ઘેર!
રેવતી તો ઉંબરમાં ઊભી હતી. તેણે સિંહ અણગાર વિશે સાંભળ્યું હતું, તેણે જ્યાં ખુદ સિંહ અણગારને પોતાને દ્વારે જોયા, તે બોલી ઊઠી : “પ્રભુ આપ! મારા પર કૃપા કરી! મારા ધન્ય ભાગ્ય!' તેને તો થયું કે મારે ત્યાં કલ્પવૃક્ષ, કામધેનું પ્રગટ થયાં!
સિંહ અણગાર બોલ્યા : “રેવતી, કોળાપાકનો ખપ છે. પરંતુ જે તેં તારા માટે બનાવેલો છે, તેનો ખપ છે.' રેવતીએ બે પ્રકારનો કોળાપાક બનાવ્યો હતો. એક ભક્તિ માટે અને બીજો પોતાને માટે. તેને થયું : “મહારાજને કેવી રીતે ખબર પડી ગઈ?” “ભગવાન, આપને કેવી રીતે ખબર પડી?”
સિંહ અણગારે કહ્યું : 'ત્રિકાળ જ્ઞાની, ત્રણ ભુવનના નાથને શું અજાયું છે? તેમની આજ્ઞાથી હું આવ્યો છું.’ રેવતી : “પ્રભુએ આપને મોકલ્યા છે?” સિંહ અણગારે કહ્યું : “હા, પ્રભુએ તારે ત્યાં મને મોકલ્યો છે.'
બસ, આ સાંભળીને રેવતી આનંદમાં એવી તો ગરકાવ થઈ ગઈ, કે તે આનંદ શબ્દોમાં વ્યક્ત થઈ ન શકે! તેની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં, કોળાપાક વહોરાવ્યો. જેવો વહોરાવ્યો, તેવા જ સિંહ અણગાર ત્યાંથી રવાના થયા. ભગવાનની પાસે પહોંચ્યા અને કાળાપાક પ્રભુને વપરાવ્યો.
કોળાપાક વપરાવતી વખતે સિંહ અણગારના દિલમાં કેવી સંવેદના થઈ
હશે?
સિંહ અણગારને પ્રભુ પ્રત્યે અસીમ બહુમાન હતું. અપાર ભક્તિ હતી. સિંહ અણગારનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું! તીર્થકર ગોચરી કરે તે બીજા જોઈ ન શકે. તીર્થકરના આહાર-નિહાર ચર્મચક્ષુવાળા જીવો ન જોઈ શકે. કોળાપાકના પ્રયોગથી શરીર નીરોગી બન્યું. લોહીના ઝાડા બંધ થયા. જેમ જેમ શરીર સ્વસ્થ બનતું ગયું, તેમ તેમ સિંહ અણગાર પ્રસન્ન થતા ગયા.
આવા સિહ અણગારનું ધ્યાન ધરો! સિંહ અણગારની સાધના-વટેમાર્ગુઓની વાતચીત-મુનિનું સાંભળવું... રુદન સાધુઓનું આગમન ભગવાન પાસે ભગવાને બતાવેલા ઉપાય-રેવતીના ઘરે જવું-રેવતીનો આનંદ-કોળાપાક વહોરવો. ભગવાન પાસે આવવું.... ભગવાનને વપરાવવાનો આનંદ.. નીરોગી બનતું શરીર.....
For Private And Personal Use Only