________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન ભોગ-સુખની વાસનાથી રહિત હતું. તે માટે જ નવપદના ધ્યાનમાં તે લીન બની. મયણાના આવા વ્યક્તિત્વની પાછળ એના આત્માની યોગ્યતા અને કર્મોનો ક્ષયોપશમ તો કારણ ખરો જ, પરંતુ તેમાં નિમિત્ત કારણોએ પણ અસર કરી હતી. તે નિમિત્તનો વિચાર કરો છો? મયણાનું નામ લેવાથી પાપ ધોવાય ને? મયણાનું જીવન ઉચ્ચ આદર્શ ગણાય છે ને? એવી મયણા બની કેવી રીતે? એની પાછળ બે મહા નિમિત્તોએ કામ કર્યું હતું : એક હતી માતા રૂપસુંદરી અને બીજા હતા વિદ્યાગુરુ સુબુદ્ધિ.
સુબુદ્ધિ ગૃહસ્થ હતા, પરંતુ જિનમતના જ્ઞાતા અને શ્રદ્ધાવાન હતા. મયણાને અધ્યયન કરાવનારા એ સુબુદ્ધિ જિનેશ્વર પરમાત્માના ધર્મશાસનને ઓળખનારા હતી.
માતા રૂપસુંદરી પણ જિનધર્મપરાયણ શ્રાવિકા હતી, ઉચ્ચ સંસ્કારોથી અલંકૃત હતી, મોક્ષમાર્ગની આરાધક હતી. મયણાના જીવનને સંસ્કારોથી તેણે ઘડ્યું હતું. સંસ્કારદાતા તરીકે પ્રથમ ગુરૂ એ માતા હતી! જેના ઘરમાં માતા. ગુરૂ હોય તે ઘરનાં બાળકો સંસ્કારી બને છે. જેના ઘરમાં માતા ગુરૂ ન હોય તે ઘરનાં બાળકોમાં સંસ્કારો આવતા નથી, ટકતા નથી ને વૃદ્ધિ પામતા નથી.
રૂપસુંદરીએ મયણાને સુંદર સંસ્કારો આપ્યા હતા. સંસ્કારોનું સિંચન માત્ર ઉપદેશથી નથી થતું, માત્ર ટોક-ટોક કરવાથી નથી થતું; જે જે પ્રસંગ ઘટના બનતી હોય ઘરમાં, તેની આલોચના એવી કરવી જોઈએ કે તેનો સારો પ્રભાવ બાળકો પર પડે. પ્રસંગોચિત જ્ઞાનદષ્ટિ આપો :
ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિ લઈને જ્ઞાન કેવી રીતે અપાય? જાણો છો? ધારો કે બાળકની તબિયત બગડી. તે અસ્વસ્થ બન્યું; માએ તેની દવા કરી. પૂરતી કાળજી લીધી. બચ્ચું સારું થયું. સારું થયા પછી મા બાળકને પૂછે : “તને તાવ કેમ આવ્યો? ખબર છે તને?”
બાળક કહે : ના.
માતા કહે : આત્માને “અશાતા વેદનીય' નામનું કર્મ લાગેલું હોય છે, તે કર્મ ઉદયમાં આવે, એટલે માંદગી આવે.
બાળક કહે : આવું કર્મ કેવી રીતે લાગ્યું? માતા કહે : આપણે કોઈને મારીએ, કોઈને દુઃખ આપીએ તો તેવું કર્મ
For Private And Personal Use Only