________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન કલ્પના કરો. કર્ણિકાની નીચેની પાંખડીમાં ઉપાધ્યાય ભગવંતને જુઓ. લીલાછમ વર્ષમાં અમને જુઓ. નનો ઉવજ્ઞાયાણં પદથી એમનો જાપ કરો. ઉપાધ્યાયભગવંતનું ભાવનિક્ષેપથી ધ્યાન કરવા માટે એવી કલ્પના કરો કે ઉપાધ્યાય અનેક સુવિનીત શિષ્યોને જ્ઞાનદાન આપી રહ્યા છે... એમના મુખ પર અભુત વાત્સલ્ય.... અપૂર્વ કરુણા અને પરમ પ્રસન્નતા છવાયેલી છે. શિષ્યો અપ્રમત્તભાવે, અંજલિ જોડીને... સંભ્રમાદિભાવ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી રહ્યા છે..... ક્યારેક તેઓના મુખ પર અભુત-રસની રેખાઓ ઊપસી આવે છે. ક્યારેક તેઓના મુખ પર વૈરાગ્ય રસની ગંભીરતા છવાઈ જાય છે, તો ક્યારેક ભયાનક રસની અસર એમના પર તરવરે છે....
બસ, આ દશ્ય જોયા જ કરો અને જાપ કરતા રહો. જાપ કરતાં કરતાં ધ્યાનમાં લીન બની જાઓ.
શ્રી ઉપાધ્યાયના જાપ અને ધ્યાનનો એક પ્રભાવ એ પણ છે કે એમનું ધ્યાન કરનાર આત્મા નીરોગિતા પ્રાપ્ત કરે છે; પરંતુ એમાં લીલારંગનું મહત્ત્વ ઘણું છે. ભાવ-આરોગ્યની પ્રાપ્તિ માટે આ ધ્યાન અતિ આવશ્યક છે. જેમ તેમ બેસીને ગમે તેમ નવકારવાળી ગણવાથી ધ્યાન નથી થતું. ધ્યાન માટે આસન અને મુદ્રા સિદ્ધ કરવાં જોઈએ. કરશોને ધ્યાન? ચિત્તશુદ્ધિ માટે ધ્યાનને જીવનમાં સ્થાન આપો.
આજે આયંબિલ પણ લીલા રંગના વર્ણનું કરવાનું હોય છે. રંગનું ધ્યાનમાં મહત્ત્વ રહેલું છે; એ મહત્ત્વ જો તમે સમજો તો વાત છે! રંગના આંતર-બાહ્ય પ્રભાવો છે. એ પ્રભાવોનો અનુભવ ધ્યાન દ્વારા થશે.
અરિહંતાદિ નવપદનું ધ્યાન હૃદય-કમળમાં ધરવા માટે મયણા અને શ્રીપાલ તરફ જુઓ; તમને માર્ગદર્શન મળશે. જે રીતે તેમણે ધ્યાન ધર્યું, તે રીતે આપણે પણ ધ્યાન કરવાનું છે. મનને હળવું બનાવો :
ધ્યાન મનથી ધરવાનું ને? ધ્યાન ધરનારનું મન હલકું હોવું જોઈએ. મન પર જે તે વિચારોનો ભાર ન હોવો જોઈએ. ધ્યાન ધરનારનું મન નિર્મળ જોઈએ, તેના પર મેલ જામેલો ન જોઈએ.
મયણાનું મન હલકું હતું. એના પર વિકલ્પોનો ભાર ન હતો. એનું મન નિર્મળ હતું. વાસનાઓનો મેલ જામેલો ન હતો.
For Private And Personal Use Only