________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૬૫ જેઓ ઉમરમાં મોટા હોય, વૃદ્ધ હોય તેઓ વયસ્થવિર કહેવાય. જેઓ દીક્ષાપર્યાયમાં મોટા હોય તે પર્યાયસ્થવિર કહેવાય અને જેઓ શ્રુતજ્ઞાનમાં પારંગત હોય, વિશિષ્ટ જ્ઞાની હોય, તેઓ જ્ઞાનસ્થવિર કહેવાય. વયસ્થવિર, પર્યાયસ્થવિરને અને જ્ઞાનસ્થવિરને વંદના કરે જો જ્ઞાનસ્થવિર પર્યાયસ્થવિર પણ હોય તો! જ્ઞાનવિર દીક્ષાપર્યાયમાં નાના હોય છતાંય પર્યાયમાં મોટા મુનિ એમને વંદના કરે! ક્યારે? જાણો છો? જ્યારે જ્ઞાનસ્થવિર પાસેથી જ્ઞાન લેવાનું હોય ત્યારે! જ્ઞાનસ્થવિરનું જિનશાસનમાં અદ્વિતીય સ્થાન છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી :
ઉપાધ્યાયનું એક નામ “શ્રુતવૃદ્ધ” પણ છે. શ્રુતવૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ. અહીં વૃદ્ધ એટલે “ઘરડા' નહીં સમજવાના. આઠ વર્ષની ઉમરના જ્ઞાનવૃદ્ધ હોઈ શકે. પૂર્વજન્મના વિશિષ્ટ કોટિના ક્ષયોપશમથી અહીં આઠ વર્ષની ઉંમરમાં અગિયાર અંગના જાણકાર બની શકે. અરે, ત્રણ વર્ષની ઉમરમાં વજસ્વામીએ પારણામાં પડ્યા પડ્યા ૧૧ અંગ યાદ નહોતાં કરી લીધાં? એવી કિંવદત્તી છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાલ્યવયમાં ગુરૂ મહારાજના મુખે ‘નવસ્મરણ” સાંભળીને યાદ કરી લીધાં હતાં. એમની માતાએ એવો સંકલ્પ કરેલો કે ગુરૂ મહારાજના મુખે નવસ્મરણનું શ્રવણ કર્યા પછી જ મોંઢામાં પાણી નાંખવું. એવામાં અચાનક ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. દિવસ ને રાત.. વરસાદ ચાલુ ને ચાલુ. બંધ જ ન થાય, ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. દેરાસરે કે ઉપાશ્રયે જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જ્યારે માતાએ મોંઢામાં પાણી પણ ન નાંખ્યું ત્યારે નાનકડા જસવંતે શ્રિી યશોવિજયજી મ.] માતાને કારણ પૂછ્યું. માતાએ કારણ બતાવ્યું. જસવંતે કહ્યું :
મા, હું તને નવસ્મરણ સંભળાવું!' ‘તને નવસ્મરણ કેવી રીતે આવડી ગયાં?'
ગુરૂ મહારાજના મુખે સાંભળવાથી!' અને જસવંતે પોતાની માતાને નવસ્મરણ સંભળાવ્યાં... ને માતાનો સંકલ્પ પૂર્ણ કર્યો. આ જસવંત જ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી બન્યા! કલિકાલના કેવળી એ મહાપુરૂષ વાસ્તવમાં શ્રતવૃદ્ધ, શ્રતસ્થવિર.... આદિ તમામ નામોને શોભાવનારા હતા. એમના અગાધ જ્ઞાનથી અને અપૂર્વ તર્કશક્તિથી પ્રેરાઈને કાશીના બ્રાહ્મણ પંડિતોએ એમને ન્યાય વિશારદ'ની પદવી આપી હતી. તેઓના સમકાલીન વિદ્વાન શ્રમણોએ એમને “કલિકાલ કેવલિ'નું બિરુદ આપ્યું હતું.
For Private And Personal Use Only