________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પંચાચાર :
પાંચ પ્રકારના આચાર છે : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચેય આચાર આચાર્ય પાળે અને તેનો ઉપદેશ આપી બીજાને પળાવે.
જ્ઞાનાચાર : પોતે જ્ઞાન મેળવે, જ્ઞાની બને અને પોતે બીજા આત્માઓને જ્ઞાનનો ઉપદેશ આપી જ્ઞાની બનાવે.
જ્ઞાનપ્રાપ્તિ માટે અને જ્ઞાન-પરિણતિ માટે આઠ આચારોનું પાલન કરવું જોઈએ. (૧) કાળનું લક્ષ, (૨) વિનય, (૩) બહુમાન. (૪) ઉપધાન. (૫) ગુરૂ સમર્પણ, (૩) સુત્ર-શદ્ધિ. (૭) અર્થ-શદ્ધિ, (૮) સૂત્ર-અર્થ ઉભયનો યથાર્થ સ્વીકાર.
આચાર્ય આ આઠેય આચારો પાળે અને બીજા જીવો પાસે પળાવે. દર્શનાચાર : સમ્યગુદર્શનના આચારો સ્વયં પાળે અને બીજાંને ઉપદેશ આપીને પાલન કરાવે. જિનેશ્વર ભગવંતનાં બતાવેલાં તત્ત્વો પ્રત્યે નિઃશંક શ્રદ્ધા! અન્ય મતો તરફ આકર્ષણ નહીં, “આ સાચું ને તે પણ સાચું'.એવી અસ્થિરતા નહીં, મૂઢતા નહીં. સત્કાર્યોની અનુમોદના કરે. ધર્મ માર્ગે ઢીલા પડેલાઓને પ્રોત્સાહિત કરે. આચાર્ય સ્વયં શ્રદ્ધામાં દઢ રહે અને શ્રદ્ધાભાવમાં શિથિલ બનેલાઓને દઢ બનાવે. તીર્થકરના ચતુર્વિધ સંઘ પ્રત્યે હૃદયમાં અપાર વાત્સલ્ય ધારણ કરે. શરણે આવેલા જીવોને કરૂણાપૂર્વક ઊંચે ચઢાવે, તેમના આત્માઓને નિર્મળ-પવિત્ર બનાવે.
ચારિત્રાચાર : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ : આ આઠ છે ચારિત્રના આચાર. આચાર્ય સ્વયં આ આચાર પાળે ને બીજા પાસે પળાવે.
પાંચ સમિતિઃ ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્તનિષ્ણવણા સમિતિ ને પારિટ્ટાપનિકા સમિતિ. ત્રણ ગુપ્તિઃ મનોગતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આનું સ્વયં સુંદર રીતે પાલન કરે અને અન્ય પાસે પાલન
કરાવે.
તપાચાર: તપ : -બાહ્ય છ પ્રકારે અને અત્યંતર છ પ્રકારે છે. સ્વયં તપમાં પુરૂષાર્થશીલ બને; બીજા જીવોને પ્રેરિત કરે, પુરુષાર્થશીલ બનાવે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. આ છ બાહા તપ, અને પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ છે પ્રકાર અભ્યતર તપના છે.
For Private And Personal Use Only