________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદયકમલ મેં ધ્યાન ધરત હું બીજો દિવસ થયો. સવારમાં ચા-પાણીનું પૂછવા કોઈ ન આવ્યું. ઘંટડી ન મળી એટલે ડોસો રાડો પાડવા લાગ્યો. એટલે વહુએ કહ્યું : “તમે જીવતા રહેશો ત્યાં સુધી હેરાન હેરાન કરી મૂકશો, હવે શાંતિથી જીવવા તો દો.' ડોસાએ કહ્યું : “પણ મારી ઘંટડી જડતી નથી!” પુત્રવધૂએ છોકરાને પૂછ્યું : “બેટા, તે ઘંટડી લીધી છે!” છોકરો કહે : “ના, મમ્મી, તેના પિતાએ પૂછ્યું : સાચું, બોલ, તેં ઘંટડી લીધી છે?, છોકરો કહે : “ના, પપ્પા.”
છેવટે એની મમ્મી ગુસ્સે થઈ.... બે-ચાર થપ્પડ લગાવીને પૂછ્યું : “બોલ સાચું, ઘંટડી લીધી છે?”
છોકરાએ હા પાડી. “ક્યાં રાખી છે?” કબાટમાં.” ઘંટડી મળી ગઈ! પરંતુ પુત્રવધૂને ચોરીનું સાચું કારણ શોધવું હતું તેણે પ્રેમથી ઘંટડી ચોરવાનું કારણ પૂછ્યું.
છોકરો કહે “સાચું કહું મમ્મી? મારા પપ્પા પણ ઘરડા થશે ને? મારા પપ્પાએ તેમના પપ્પાને ઘંટડી આપી, તો મારે પણ મારા પપ્પાને આપવી પડશે ને? માટે મેં આ ઘંટડી અહીં રાખી છે!'
એ છોકરાના પિતા આ બધું સાંભળે છે! ત્યાં ને ત્યાં એ પોતાના પિતાને ચરણે પડી ગયો.
પિતાજી, મારી ભૂલ થઈ ગઈ, માફ કરો; આપે જન્મ દીધો, લાખોની સંપત્તિ આપી ને મેં તમને આવા અંધારા ઓરડામાં રાખ્યા! આ નહિ બને.... હવે એને ઘરમાં રહેવું હોય તો રહે, નહિતર જાય તેના પિયર.”
પહેલાં મારા પિતાજી ને પછી તું-તેણે પોતાની પત્નીને કહ્યું. આ તો ડોસાનો પુણ્યોદય જાગ્યો એટલે.. નહિતર વૃદ્ધાવસ્થા–જરાવસ્થા દુઃખદાયી, છે. ઘડપણનાં દુઃખ ઘણાં હોય છે.
મોક્ષમાં વૃદ્ધાવસ્થા નહીં, વૃદ્ધાવસ્થાનાં દુઃખ નહીં! ત્યાં મૃત્યુ પણ નહીં, તેથી તે અમર કહેવાય. જ્યાં જન્મ, ત્યાં મૃત્યુ. મોક્ષમાં જન્મ નથી, માટે મૃત્યુ પણ નથી.
For Private And Personal Use Only