________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સંસારથી પાર પામી જવું છે ને? તમારે હજુ સંસારનાં કામ બાકી હશે? પણ ચિંતા ન કરશો, ત્યાં ગયા પછી પણ તમને અહીંનું બધું દેખાશે! ત્યાંથી જોયા કરજો! પણ ત્યાં ગયા પછી આ બધાની સાથે એ સંબંધ નહિ રહે કે “આ મારું છે!” જેની સાથે સંબંધ ન રહ્યો, પછી એ લગ્ન કરે તોય શું? અને ન કરે તોય શું? પૈસા તેની પાસે હોય તોય શું અને ન હોય તોય શું? બધા રોગ મારાપણાના છે! મારાપણામાં જ આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક, સુખ અને દુઃખ વગેરે દ્વન્દ્ર રહેલાં છે. “પારંગત થઈ ગયા પછી આવું કોઈ દ્વ૮ નહીં!
૪. અજર-સિદ્ધ પરમાત્મા અજર કહેવાય છે. જરા એટલે વૃદ્ધાવસ્થા, ત્યાં વૃદ્ધાવસ્થા નથી, ત્યાં તરુણાવસ્થા કે બાલ્યાવસ્થા નથી. ત્યાં આમાંની કોઈ અવસ્થા નથી! મનુષ્ય જીવનની બધી અવસ્થાઓમાં વૃદ્ધાવસ્થા વધુ દુઃખદાયી છે! બરાબર ને? તમને દુઃખદાયી લાગે છે ને? તેટલી દુઃખદાયી તરુણાવસ્થા કે બાલ્યાવસ્થા નથી લાગતી ને? જેને જરા નથી તે અજર, મોક્ષમાં આત્માને વદ્ધાવસ્થા જ ન હોય! શરીર જ નહીં, પછી શરીરની કોઈ પણ અવસ્થા કેવી રીતે હોય? વદ્ધાવસ્થા દુઃખદાયી લાગે ને? તો પણ સંસારનાં સુખો પ્રત્યે વિરક્તિ આવે છે? ઘડપણમાં પણ વૈરાગ્ય આવ્યો છે? ના રે ના.... તમે તો સિત્તેર વર્ષે પણ જવાન! વૃદ્ધાવસ્થા દુઃખદાયી :
એક ગામમાં એક વદ્ધ ગૃહસ્થ રહે. તેને એકનો એક દીકરી, શેઠ માલદાર હતા અને દીકરો એક જ. શેઠે ખૂબ શોધ કરી, એક ભણેલી ગણેલી છોકરી સાથે દીકરાનાં લગ્ન કર્યા, સાસુ તો મરી ગઈ હતી, દીકરાની વહુ ઘરમાં આવી એટલે સસરાએ-વૃદ્ધે બધું ઘર બતાવ્યું. “આ રસોઈ ઘર, આ દીવાનખાનું, આ ડ્રોઈંગ રૂમ, આ બેડ રૂમ, આ તિજોરી, આ સ્ટોર રૂમ, આ કોઠાર-' બધું બતાવ્યું....
થોડા દિવસો ગયા ને ડોસાએ દરેક કામમાં ટકટક કરવી શરૂ કરી. પુત્રવધૂ લોટ કાઢે તો કેટલો કાઢ્યો? આટલો બધો વધારે કેમ કાઢ્યો?' ઓછો કાઢે તો ય ટકટક! રસોઈઘરમાં સારી સાડી પહેરેલી હોય તોય ટોકે! બહાર જાય તો ટકટક અને ઘરમાંય ટકટક! ડોસાઓ જો ટકટક કરવાની ટેવ છોડી દે તો દેવની માફક પૂજાય ને? પણ કુટેવ છૂટવી જોઈએ ને!
અહીં બેઠેલા ડોસાઓ હાથ જોડી દેશો. ટકટક નહીં કરવાના? છે વિચાર? શા માટે ટકટક કરવી? શા માટે અપ્રિય બનવું? ટકટક કરવાથી શું તમે
For Private And Personal Use Only