________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ૫. નામ કર્મના ક્ષયથી આત્મા અરૂપી બને છે. ૬. વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. ૭. આયુષ્ય કર્મના ક્ષયથી જન્મ-મૃત્યુ નહિ એવી અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય
૮. ગોત્ર કર્મના ક્ષયથી આત્માનો અગુરૂ-લઘુ પર્યાય ગુણ ઉત્પન્ન થાય છે.
આઠ કર્મના ક્ષયથી પરમ વિશુદ્ધ આત્મામાં આઠ અક્ષય ગુણ પ્રાપ્ત થાય છે.
કોઈ પ્રશ્ન કરે કે : સિદ્ધને આટલું સુખ છે, આટલાં ગુણો છે, તો તેમને સુખનું કોઈ સંવેદન-કોઈ અનુભવ છે?
હા; ગામડાનો કોઈ માણસ નગરમાં જઈ પાછો ગામડામાં જાય તેને, જેણે શહેર જોયું જ નથી તેવો ગામડાનો કોઈ બીજો આદમી પૂછે કે “તે નગર કેવું છે?” તો તેની સમક્ષ તે નગરનું વર્ણન કેવી રીતે કરશે? છતાંય તે સમજાવવું સરળ છે! મુંબઈથી લાવેલા ફોટાઓ બતાવશે : “આ તાજ હોટેલ, હેંગિંગ ગાર્ડન, પાલવા બંદર' વગેરે, તે જોઈને પેલો કહેશે : “ઓ હા હો! આવું છે તે નગર!' સિદ્ધશિલાથી સંદેશો કે ફોટા નથી આવતા:
પરંતુ જે સિદ્ધશિલા પર લોકાગ્રે આત્મા જાય છે, ત્યાંથી પાછા નથી આવતા! જ્યાં સંદેશો પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી કે જ્યાંથી કોઈ ફોટ આવી શકાતો નથી. તે સિદ્ધશિલા કેવી રીતે સમજાવવી!!
આજે વૈજ્ઞાનિકો કહે છે ને કે તેઓ ચંદ્રલોક પર ગયા! તેમણે ફોટાઓ મોકલ્યા, સંદેશા મોકલ્યા, છાપામાં છપાયા! કેટલાકે તે સાચા માની લીધા, તે છપાવનાર અમેરિકાની નાસા સંસ્થાને પુછાવવામાં આવ્યું કે “આ ખરા જ ફોટા છે?' તો તેઓએ જણાવ્યું કે “ત્યાંથી તો નાના નાના Dots (બિંદુઓ) આવે છે, પરંતુ તે વિષયના જાણીતા વિદ્વાનો તે બિંદુઓને જોડે છે; તેનો સ્કેચ બનાવે છે, ડિઝાઈન બનાવે છે, પછી છપાય છે. લોકો સમજે છે કે સાચો ફોટો આવ્યો!
ઠીક છે; તે તો જ્યાં પહોંચ્યા, ત્યાંથી Dots ટપકાં તો આવ્યાં, પણ મોક્ષ તો ખૂબ ખૂબ દૂર છે! ત્યાંથી Dots બિંદુઓ પણ નથી આવતા! તેવા મોક્ષની કલ્પના આપણે કેવી રીતે કરીએ? કેવળજ્ઞાની સમજી શકે! આપણા માટે
For Private And Personal Use Only