________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કરવાનું છે. દષ્ટિ સિદ્ધ ભગવંત ઉપર કેન્દ્રિત કરવાની. પદ્માસનસ્થ આકૃતિ.... અને લાલ વ....
લાલ વર્ણ શા માટે? જાણો છો? લાલ વર્ણમાં આકર્ષણ શક્તિ છે. “ ગા ' કોઈને આકર્ષવા માટે જે મંત્ર જપવામાં આવે છે તેમાં લાલ વર્ણથી ધ્યાન કરાય છે. પદાર્થો પણ લાલ જોઈએ. જેને આકર્ષવા હોય તેને લાલ વર્ણમાં જોવાનો. જાપની અસર એ વ્યક્તિ પર થાય છે.
સંસારમાં કોઈને આપણા તરફ આકર્ષિત કરવાના હોય છે; સિદ્ધ ભગવાનના ધ્યાનમાં આપણે પોતે આકર્ષિત થઈ જવાનું હોય છે! સિદ્ધ ભગવાન તરફ આપણે આકર્ષાઈ જઈએ! સિદ્ધશિલા ક્યાં?
અહીંથી ઉપર ચંદ્રલોક-સૂર્યલોક આદિ જ્યોતિષ લોક! તેનાથી ઉપર છે વૈમાનિક દેવલોક, બાર દેવલોક) અને નવ ગ્રáયક.... તેનાથી ઉપર અનુત્તર દેવલોક અને તેથી ઉપર સિદ્ધશિલા!
વચલાં બધાં જ સ્ટેશનો છોડીને સિદ્ધશિલા સાથે માનસિક સંબંધ જોડવાનો છે! તે માટે સિદ્ધ ભગવંતનું લાલ રંગમાં ધ્યાન ધરો. એ ધ્યાન ધરતાં ધરતાં તમે સ્વયં આકર્ષાઈ જશો! ખેંચાવા માંડશો ગભરાશો નહીં ને? પહેલાં તો એક લક્ષ્ય નક્કી કરો કે “મારે સિદ્ધ પરમાત્મા સાથે સંબંધ બાંધવો છે! બાંધવો છે
ને
સિદ્ધના અનેક પ્રકાર :
સંસારમાં “સિદ્ધ' શબ્દ અનેક અર્થોમાં પ્રસિદ્ધ છે. સંસારમાં અનેક પ્રકારના સિદ્ધ બને છે. દા. ત. કોઈ કર્મ-સિદ્ધ, કોઈ મંત્ર-સિદ્ધ કોઈ યોગ-સિદ્ધ, કોઈ અર્થ-સિદ્ધ, કોઈ અભિપ્રાય-સિદ્ધ, કોઈ યાત્રા-સિદ્ધ, કોઈ તપ-સિદ્ધ અને કોઈ કર્મક્ષય-સિદ્ધ!
આમ આ સિદ્ધોની Variety જુદી જુદી જાત તમારી સામે મૂકી દીધી.... કહો, તમે કેવા સિદ્ધની પસંદગી કરો છો? વિદ્યા-સિદ્ધની કે કર્મ-ક્ષયસિદ્ધની?
અનેક પ્રકારની સિદ્ધિઓ છે! કઈ સિદ્ધિ ચાહો છો? આપણું પ્રયોજન બીજા કોઈ સિદ્ધિથી નથી, આપણું પ્રયોજન છે. કર્મક્ષય-સિદ્ધની સાથે! જેને સંપૂર્ણ કર્મક્ષય કરવો છે, તેણે સંપૂર્ણ તથા વિશુદ્ધ આત્માનું ધ્યાન ધરવાનું છે.
For Private And Personal Use Only