________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પરમાત્માને ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હોવાથી સકલ વિશ્વના સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષ જ થતું હોય છે. આત્મા સીધો જ પદાર્થનું જ્ઞાન કરે, વચ્ચે ઇન્દ્રિયો કે મનના માધ્યમની જરૂર જ નહીં. હા, મન હોય ખરું, પરંતુ એનો કોઈ ઉપયોગ નહીં! એવી રીતે પરમાત્માને ઇન્દ્રિયો હોય ખરી, પરંતુ ઉપયોગ કરવાની કોઈ જ આવશ્યકતા નહીં. ઘરમાં લાઈટ ચાલુ હોય બધે જ, પછી ફાનસ સળગાવો ખરા? શા માટે? પરમાત્માનું ઇન્દ્રિય-વિજેતારૂપે ધ્યાન ધરીને ઇન્દ્રિય-વિજેતા બનવાનું છે! બનશો ને? ૪. પરમાત્મા પરિષહ-વિજેતા છે.
હવે પરમાત્માનું “પરિષહ-વિજેતા' રૂપે જ્ઞાન કરો. “પરિષહ” એટલે શું, જાણો છો? જ્ઞાની પુરૂષોએ ૨૨ “પરિષહ બતાવેલાં છે. મોક્ષમાર્ગની આરાધનામાં આ ૨૨ પરિષહ પર વિજય મેળવવો અનિવાર્ય છે. માટે ૨૨ પરિષહોનું સામાન્ય જ્ઞાન તો મેળવી લો! તમારે અધ્યયન તો કરવું નથી અને તૈયાર માલ પર બેસી જવું છે! તો લઈ લો તૈયાર માલ!
૧-૨. ગમે તેવાં સુધા અને તૃષા (ભૂખ તરસ) લાગી હોય, છતાં સ્વીકારેલી મર્યાદાથી વિરુદ્ધ ભોજન-પાણી ન લેતાં સમભાવપૂર્વક એ વેદના સહન કરવી તે સુધાપરિષહ અને તૃષાપરિષહ પર વિજય કહેવાય.
૩-૪. ગમે તેવી ટાઢ અને ગરમી લાગતી હોય છતાં એ દૂર કરવા અકથ્ય વસ્તુનું ગ્રહણ ન કરવું અને સમભાવે એ વેદનાઓ સહી લેવી તે શીતપરિષદ અને ઉષ્ણપરિષહ પર વિજય.
૫. ડાંસ-મચ્છર વગેરે જંતુઓના ઉપદ્રવમાં ખિન્ન ન થતાં એ વેદના સમભાવે સહી લેવી તે “દેશ-મશક પરિષહ પર વિજય છે.
ક, નગ્નપણાને સમભાવપૂર્વક સહન કરવું તે “નગ્નત્વ પરિષહ' પર વિજય
છે.
૭. સ્વીકારેલા સાધનામાર્ગમાં કંટાળાનો પ્રસંગ આવે ત્યારે કંટાળ્યા વિના વૈર્યપૂર્વક તેમાં અભિરુચિ રાખવી તે “અરતિ પરિષહ' પર વિજય છે.
૮. સાધક પુરુષ કે સ્ત્રીએ વિજાતીય આકર્ષણથી ન લલચાવું તે “સ્ત્રીપરિષહ પર વિજય છે.
૯. અસંગપણે જુદાં જુદાં સ્થાનોમાં વિહાર કરવો અને કોઈ પણ એક સ્થાનમાં નિયતવાસ ન કરવો તે “ચર્યા-પરિષહ' પર વિજય છે.
For Private And Personal Use Only