________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૨૯ શ્રીપાલ, મયણા અને આચાર્યદેવ-ત્રણેયમાંથી કોઈ પતાની બડાઈ ગાતું નથી! કોઈ પોતાનો પ્રભાવ સમજતું નથી! આ કેવો અદ્ભુત ગુણ છે! ઉચ્ચ કોટિના આત્માઓને મિથ્યાભિમાન હોય જ નહીં.
શ્રીપાલની માતા કેવી પુણ્યશાળી! એને કેવી પુત્રવધૂ મળી? કેવા ગુરૂમહારાજ મળ્યા! મયણાનો સાસુ સાથે કેવો સંબંધ હતો? સાસુ અને વહુ વચ્ચે કેટલો સરસ સંબંધ હતો, જાણો છો? મયણાની સાસુ રાજરાણી હતી. મયણા પ્રત્યે કેવો પ્રેમ અને વાત્સલ્ય રાખતી હતી?
મયણાના શાન્ત અને સૌમ્ય વ્યક્તિત્વે સાસુના મનને જીતી લીધું હતું. સાચા સાધક બનો :
સિદ્ધચક્રજીનો આરાધક-આત્મા કેવો હોય? આરાધના ગમે તેવી ઉત્તમ હોય, પરંતુ આરાધકનાં ઠેકાણાં ન હોય તો સફળતા ન જ મળે. આરાધક પર આરાધનાની સિદ્ધિનો આધાર છે. સાધ્ય અને સાધન ઉત્તમ મળવા છતાં જ સાધકની યોગ્યતા ન હોય તો સિદ્ધિ પ્રાપ્ત ન થાય.
“સાધક કેવો જોઈએ?” તે સમજાવવા માટે મયણાના જીવનનું સર્વાગીણ અધ્યયન જરૂરી છે. મયણાને ઓળખ્યા વિના સિદ્ધચક્રજીના આરાધકને ઓળખી શકાશે નહીં.
For Private And Personal Use Only