________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું. જો શ્રાવક વિવેકી ન હોત તો?
હાલ તુર્ત માટે મયણા-શ્રીપાલને અર્થ-પુરૂષાર્થ ધન કમાવાની પ્રવૃત્તિ કરવાની ન રહી. એ દૃષ્ટિએ તેઓ નિશ્ચિત બની ગયાં.
વિવેકી શ્રાવકોના અવસરોચિત વિવેકે શ્રીપાલ-મયણાના ધર્મ-આરાધનાના માર્ગને સરળ બનાવી આપ્યો. જો શ્રાવકોએ સાધર્મિક ભક્તિ રૂપે પહેરામણી ન કરી હોત તો મયણા-શ્રીપાલને પોતાની આજીવિકાનો તુર્ત જ પુરૂષાર્થ કરવો પડત અને જો એ જવાબદારી આવી હોત તો તેઓ નવપદની આરાધનામાં સિદ્ધચક્રજીની ઉપાસનામાં સમય વ્યતીત કરી શકત કે કેમ એ પ્રશ્ન છે! કદાચ આરાધના કરત તો એમાં લીન થઈ શકત કે કેમ એ પ્રશ્ન છે! તેઓએ આરાધના નિર્ભયતાથી, નિશ્ચિતતાથી અને મન પર લેશ માત્ર ભાર વિના કરી!
| નિયમિત જિન-મંદિર જવું, પૂજન, જાપ, ધ્યાન કરવાં, જીવનને સંપૂર્ણ સંયમિત રાખવું, મનમાં વિકાર નહીં, વિકલ્પ નહીં!
શ્રી સિદ્ધચક્રજીની આરાધનામાં મનના વિકાર અને વિકલ્પ દૂર કરવા જ પડે. શારીરિક ભોગસુખોના વિકાર મનમાં ન આવે, નવપદ સિવાય કોઈ વિચાર ન આવે. વિકાર અને વિકલ્પથી બચો:
ધારો કે આપણે મયણાની જગ્યાએ છીએ. આરાધના કરવા બેઠા. જીવનમાં આટલી ઘટનાઓ બની ગઈ છે, તો આરાધના કરતી વખતે તે ઘટનાઓના વિચારો-કલ્પનાઓ મનમાં આવી જાય ને? “રાજા.. રાજસભા.... કોઢિયો પતિ. લોકનિંદા... પિતાએ આમ કર્યું. માતા રડતી રહી.” આપણને આવા વિચારો આવવા શું સહજ નથી? આપણી જાતને તે સ્થિતિમાં રાખીને વિચારો તો મયણાની ઉચ્ચ સાધના, મયણાનું ઉચ્ચ વ્યક્તિત્વ સમજાશે. પછી માત્ર “મયણા પુણ્યશાળી હતી.' એમ બોલીને.... હાથ જોડીને બેસી ન રહેતા.... મયણાને વિકાર-વિચાર કે વિકલ્પ કેમ ન નડ્યાં? એ શોધી કાઢજો. દેવ-ગુરુ અને ધર્મની શક્તિને ઓળખો :
કેટલાક કહે છે-“કરો ધર્મ-આરાધના, પરંતુ પાપનો ઉદય હોય એટલે દુઃખ તો આવે. બિચારા ભગવાન શું કરે? એ તો વીતરાગ...” આપણે ત્યાં અજ્ઞાની લોકો કર્મનો સિદ્ધાંત માને તો છે પણ એનો મર્મ જાણતા નથી.... તેથી ધર્મ પર
For Private And Personal Use Only