________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું હતી. જેમ એ કર્મની શક્તિ સમજતી હતી, તેમ પરમાત્માના અચિજ્ય પ્રભાવો પણ જાણતી હતી. તમારી જેમ કર્મના ઉદયનાં રોદણાં રોતી ન હતી. “શું કરીએ, પાપ કર્મનો ઉદય છે.... દુ:ખો સહન કરવાં પડશે.”
જો તમે ખરેખર કર્મના સિદ્ધાંતને માનતા હો તો તમારે કર્મનાં બંધનો તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
એ પુરૂષાર્થથી દૂર ભાગવા માટે જ જો તમે કર્મોની પ્રબળતા માનતા હો તો જુદી વાત! ભલે તમે ભગવાન મહાવીરસ્વામીનું ઓઠું લઈને કહો ‘કર્મોએ તો ભગવાનને પણ ન છોડડ્યા... પરંતુ તમે ભગવાન મહાવીરે કર્મોને તોડવાનો જે ભવ્ય પુરૂષાર્થ કર્યો હતો-તેનું આલંબન જ નહીં લો તો કર્મો તમને કચરી જ નાખશે! કર્મોની શક્તિ કરતાં ધર્મની શક્તિ મહાન છે, એ સમજો. ધર્મશક્તિથી ગમે તેવા કર્મો તોડી શકાય છે. ધર્મશક્તિનો સહારો લો.
ધર્મસાધનામાં કષ્ટ તો સહન કરવાં જ પડશે. કષ્ટભીરૂતા સાધનાના ક્ષેત્રમાં ચાલી ન શકે. સાધનાના ક્ષેત્રમાં સત્ત્વહીન ધર્યહીન, વીર્યહીન મનુષ્ય ચાલી શકતા નથી, સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. એક જ આયંબિલની ઓળીથી ચમત્કાર :
મયણાએ આયંબિલની ઓળી કરી. સિદ્ધચક્ર-પૂજન કર્યું. સ્નાત્રજલ ઉંબરરાણા પર છાંટ્યું અને કોઢ રોગ ગયો, કાયા સુંદર બની ગઈ. એક વખત એક શ્રાવક મને મળ્યા. મને કહે : સાહેબ, મયણાએ એક જ ઓળી કરી હતી. પછી સિદ્ધચક્ર પૂજન કર્યું. જિનઅભિષેકનું પાણી શ્રીપાલ પર છાંટ્યું અને શ્રીપાલનો કોઢ રોગ ગયો. મેં તો નવ ઓળી પૂરી કરી.... બીજી વાર ચાલે છે, મને તો એવો કોઈ અનુભવ થતો નથી!” મેં કહ્યું : મયણામાં જે મૌલિક યોગ્યતા હતી તે તમે પ્રાપ્ત કરી છે?” ના” મયણાએ જે રીતે શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કર્યું હતું તે રીતે તમે કરો છો?' ના!' મયણા પાસે જિનશાસનનું જે જ્ઞાન હતું અને શ્રદ્ધા હતી તે તમારી પાસે છે?' “ના!'
તો પછી મયણા શ્રીપાલે જે દિવ્ય અનુભવો કર્યા. તે તમે કેવી રીતે કરી શકો?'
For Private And Personal Use Only