________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૨૧ સાત નયનું, ચૌદ રાજલોકનું.... ચાર ગતિમાં જીવોના પરિભ્રમણનું... વગેરેનું સરસ જ્ઞાન મળ્યું હતું. પરંતુ ઉંબરાણા પાસે શું હતું? એ તો કોઢિયાઓના સંગમાં રહેલો હતો! નહોતા મળ્યા માતાના સંસ્કાર કે નહોતું મળ્યું પંડિત પાસેથી જૈન ધર્મનું જ્ઞાન! છતાં તેણે મયણની વાત કેમ માની? શ્રીપાળે તો. પહેલાં ગુરૂ મહારાજને ય જોયા ન હતા! તેને માટે તો બધી વાત નવી હતી.... તેણે મયણાની વાત માની...! અને સિદ્ધચક્રની આરાધના કરવા તત્પર થઈ ગયો. કારણ કે તેને મયણાની યોગ્યતાનો પરિચય થઈ ગયો હતો. શ્રીપાળનું મન મયણાએ જીતી લીધું હતું!
પહેલાં બીજાનું દિલ જીતી લો. પછી એની પાસે ગમે તે કામ કરાવો! તે તર્ત કરશે. જ્યાં સુધી તમે બીજાનો સદૂભાવ મેળવ્યો ન હોય ત્યાં સુધી એની પાસે તમે પ્રેમપૂર્વક કામ કરાવી શકશો નહીં.
ભરસભામાં જ્યાં મયણાએ ઉબરરાણાનો હાથ પકડ્યો હતો, ત્યારે જ ઉંબરરાણા સ્તબ્ધ થઈ ગયો હતો! આર્યદેશની સ્ત્રીને પતિ એક :
મયણાના અપૂર્વ સત્ત્વ પર તે ઓવારી ગયો હતો. વળી, જ્યારે બંને ગામ બહાર ગયાં હતાં, ત્યારે ઉબરરાણાએ મયણાને કહ્યું હતું ને? “હજુ ક્યાં બગડી ગયું છે? કાગડાના ગળામાં મોતીની માળા ન શોભે. તું તારે બીજા યોગ્ય વરની પસંદગી કરી લે.”
ત્યારે મયણાએ ઉંબરરાણાના મોઢા પર હાથ મૂકી તેને બોલતો અટકાવ્યો હતો; મયણાએ કહ્યું હતું : “આપ મારા સર્વસ્વ છો, મેં સભા-સમક્ષ તમારો હાથ પકડ્યો છે. અરે! આર્યકન્યા તો મનથી જેનો પતિરૂપે સ્વીકાર કરે તે હંમેશને માટે તેનો પતિ બને છે!”
ઉંબરરાણાએ ત્યારે શું કહ્યું હતું? “નહિ, નહિ, હું તો કોઢિયો છું, તારો ભવ નથી બગાવા માગતો.” ત્યારે મયણાએ કહ્યું હતું : “પતિ-પત્નીનો સંબંધ કેવળ વૈષયિક સુખ માટે નથી, મને એવી કોઈ ઉત્કંઠા નથી. અશાતા વેદનીય કર્મથી દુઃખ આવ્યું, શરીર કોઢિયું બન્યું, અશાતા પછી શાતા મળશે. ધીરજ રાખો, બધું સારું થશે.” શ્રાવિકા આવી હોય ? મયણાના આ વચનોની ઉંબરાણા ઉપર ઊંડી અસર પડી હતી, તેથી
For Private And Personal Use Only