________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી નવપદ પ્રવચન
જિનમંદિરમાં ચમત્કાર :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયણાની સાથે ઉંબરરાણા ભગવાન ઋષભદેવના મંદિરે ગયા. ભગવંતના દર્શન કરતાં જ પતિ-પત્નીના હૃદયમાં હર્ષ ઊભરાયો.... રોમરાજી વિકસ્વર થઈ ગઈ.... બંનેએ ભાવપૂર્વક ભગવંતને નમસ્કાર કર્યાં, મયણાએ ભગવંતની સ્તુતિ આરંભી! મયણા વિદુષી હતી.... એણે હૃદયના ભક્તિપૂર્ણ ભાવોને કાવ્યની ભાષામાં પ્રગટ કર્યા.... સ્તુતિ કરતાં કરતાં તે સમાધિલીન બની ગઈ! ‘વં સમાહિતીના મયા ના થુર્ં....'
૧૩
ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતા થઈ ગઈ! ઇન્દ્રિયો અને મન.... બધું જ પરમાત્મામાં લીન થઈ ગયું.... અને એક દિવ્ય પ્રભાવ ત્યાં પ્રગટ્યો....
ભગવંતના કંઠમાં રહેલી શ્રેષ્ઠ પુષ્પમાળા ઊછળી.... સાથે સાથે ભગવંતના હાથમાં રહેલું બીજોરાનું ફળ ઊછળ્યું! ઉંબરરાણાએ ફળ ગ્રહણ કર્યું અને મયણાએ પુષ્પમાળા ગ્રહણ કરી.... મયણાની આંખોમાંથી હર્ષનાં આંસુ ટપકી રહ્યાં!
મયણાએ પોતાના પતિ બ૨૨ાણાને કહ્યું : ‘હે સ્વામી, આપનો રોગ ગયો સમજો.... ભગવાન ઋષભદેવે એ સૂચવવા જ આ કૃપા કરી લાગે છે!'
પરમાત્મ અનુગ્રહ :
પરમાત્મ-અનુગ્રહના અચિન્ય પ્રભાવને સમજનારી મયણાસુંદરી શું કહે છે? ‘આ ભગવાનની કૃપા છે.’
'भणियं च तीइ सामिअ! किट्टिस्सइ एस तुम्ह तणुरोगी । ભેળ સો સંગોનો નામો, નિવર-ય-પસાગો’
૫રમાત્મ ભક્તિમાં જો હૃદય હર્ષિત-રોમાંચિત થઈ જાય તો તેને શુભ સંકેત સમજવો જોઈએ. તમે આવો અનુભવ જીવનમાં કર્યો છે ખરો? હૃદય હર્ષથી ઊભરાઈ જાય.... આંખો હર્ષના આંસુઓથી છલકાઈ જાય.... રોમરોમ વિકસ્વર થઈ જાય.... થયું છે આવું? દેરાસરમાં કોરા જાઓ ને કોરા જ નીકળો? જિનભક્તિનો મહિમા સમજવાની અને અનુભવવાની જરૂર છે. એ વિનાનું જીવન રસહીન, સારહીન છે.
For Private And Personal Use Only
પરમાત્મા પ્રત્યે મયણાનું કેવું સમર્પણ હશે! અચિન્ત્ય કૃપાની તે પાત્ર બની ગઈ.... સાથે સાથે ઉંબર૨ાણા પણ પ્રભુકૃપાના પાત્ર બની ગયા!