________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અંધકાર છવાયો છે. હા, અનંત અંધકારમાં પણ એક આશાનું કિરણ દેખાય છે.... શ્રી વીતરાગ ભગવંતે ફરમાવ્યું છે. એકવાર પણ સમ્યગદર્શનની સ્પર્શના થઈ જાય તો “અર્ધપુલ પરાવર્ત થી વધુ સંસાર બાકી રહેતો નથી! બસ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે એકવાર પણ આપ અમારા હૃદયમંદિરમાં પધારો. અમે હૃદયમંદિરમાં આપની પ્રતિષ્ઠા કરીશું.... એવી રીતે પ્રતિષ્ઠા કરીશું કે ક્યારેય તેનું ઉત્થાપન ન થાય! શાશ્વતુકાળ માટે આપ બિરાજિત રહો!
પુનઃ પુનઃ અમારી પ્રાર્થના છે કે આપ એકવાર અમારા અંતઃકરણમાં પધારો!
- જ્ઞાનસ્પદ છે
હે મહામહિમાવંત જ્ઞાનપદા
આપના સિવાય ઘોર અંધકાર છે. જ્યારે હું નિગોદમાં હતો ત્યારે મને કોઈ પ્રકારનું ભાન ન હતું, પછી અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય બન્યો.... ત્યાં જે જ્ઞાન હતું તે જ્ઞાનાભાસ હતો. પંચેન્દ્રિયમાં પણ દેવગતિ, તિર્યંચગતિ, નરકગતિ અને મનુષ્યગતિમાં ભટકતો રહ્યો. આ ચતુર્ગતિમય સંસારમાં ભટકતાં મારામાં સમ્યગુજ્ઞાનનો અભાવ જ હતો. | દિવ્યદૃષ્ટિનું ઉદ્દઘાટન કરનાર હે જ્ઞાનપદી હું આપને ઓળખી શક્યો નહીં. મેં મિથ્યા દેવોની પૂજા કરી. દોરા-ધાગા કરનારા કુગુરુઓની સેવા કરી, એમનાં ચરણો પૂજતો રહ્યો.... મિથ્યા ધર્મનું પાલન કર્યું.... દુર્ગતિઓમાં ભટકતો રહ્યો....
પ્રભો! આપના વિના મેં કેવો ઘોર અનર્થ કર્યો? સમ્યક તત્ત્વોને મિથ્યા માન્યાં.... મિથ્યા તત્ત્વને સમ્યગુ માન્યાં..... ઓઘદૃષ્ટિમાં આવું જ બને છે. જે સંસાર હય ત્યાજ્ય છે તે ઉપાદેય લાગે છે. ઉપાદેયસંયમ હેય લાગે છે. આ વાત સમ્યગું જ્ઞાન વિના સમજાય જ કેવી રીતે? “સંસાર ત્યાજ્ય છે અને મોક્ષ ઉપાદેય છેઆવી ભાવના સમ્યગુ જ્ઞાનની ભૂમિકા છે. ગમે તેટલા ગ્રન્થ ભણી લેવાય, પરંતુ ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ વિના જ્ઞાન સમ્યગુ નથી બનતું. ભવાટવીમાં ભટકતાં ભટકતાં સંભવ છે કે ક્યારેક પૂર્વધર પણ બન્યો હોઈશ...
For Private And Personal Use Only