________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૭
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
અજ્ઞાની છીએ. પશુ છીએ. કમભાગી છીએ. કૃપા કરીને આપ જ જ્ઞાનાંજન કરી દો.
2
અલબત્ત, અજ્ઞાનવશ આપનું જે બહુમાન કરવું જોઈએ, અમે નથી કરી શક્યા, આપની જે સેવા ક૨વી જોઈએ, પ્રમાદવશ નથી કરી શક્યા, અવિવેકના કારણે ભૂલો તો ભારોભાર થઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ પ્રભો! આપ કરૂણાના સાગર છો. આપે જ કહ્યું છે- ‘શિષ્યમાં બાહ્ય થોડો અવિનય હોય છતાં જો એના અંતઃકરણમાં શ્રદ્ધા અને બહુમાન હોય તો તે ક્ષમાપાત્ર છે.' નાથ! શું અમારા અવિનય-અવિવેકની ક્ષમા આપ નહીં આપો? આપમાં તો આ વિશેષતા છે કે આપ અવગુણી પર પણ ગુણ કરો છો!
અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે હે દેવ! અમને આપના તરફથી નિરંતર જ્ઞાનદાન મળતું રહે, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આજથી યાવનિર્વાણ અમે આપના શરણે રહીશું. નાથ! આપ અમારા પર કૃપા કરો. પતિતને નભાવવાનું વચન આપના તરફથી મળી જવું જોઈએ!
સાધુ-પદ
Pa
હે સાધુ ભગવંત!
નવપદમાં આપનું પાંચમું સ્થાન છે. જે કોઈ આપનું ધ્યાન ધરે છે તેનો મોહ ક્ષય પામે છે, સાધુતા પ્રગટ થાય છે. આપ પાંચ મહાવ્રત, વિનય-વૈયાવચ્ચ આદિ સંયમ યોગોમાં નિરંતર મગ્ન રહો છો. પોતાની સાધુતામાં રહીને પરમપદ-પ્રાપ્તિનું જે લક્ષ બનાવ્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે આપ સતત પ્રયત્નશીલ છો.
હે શ્રમણ ભગવંત! કેવી ઉચ્ચ કોટિની આપ સાધના કરો છો!
હે ધન્ના અણગાર! માત્ર નવ મહિનાનું ચારિત્ર.... પણ તેમાં કેવી સાધના કરી લીધી! અંતે વૈભારગિરિ પર એક મહિનાનું અનશન કરી અનુત્ત૨ દેવલોકમાં પહોંચી ગયા.... ધન્ય છે આપની અદ્ભુત સાધના અને અપૂર્વ દઢતાને!
હે અતિસુકુમાલ મહામુનિ! માત્ર રાત્રિનું ચારિત્ર પાળી આપે આપનો મનોરથ સિદ્ધ કરી લીધો! દીક્ષા લઈને તે જ રાત્રે આપ સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા, આપે આપના સુકુમાર શરીરની જરા પણ પરવા ન કરી....
For Private And Personal Use Only