________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
પરિવર્તન થાય છે, તેમ ધર્મની આરાધના પણ કાળ પ્રમાણે બદલાય છે. ભિન્ન ભિન્ન ધર્મઆરાધના ભિન્ન ભિન્ન સમયે કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ ધ્યાન પ્રભાતમાં કરવું જોઈએ, તો પરમાત્મપૂજન મધ્યાહ્ને! વિશેષરૂપે તત્ત્વચિંતન રાત્રિમાં અને ધર્મશ્રવણ દિવસમાં! જ્ઞાની પુરૂષોએ નિયત કરેલા કાળમાં તે તે ધર્મ-આરાધના કરવામાં આવે તો આત્મા સાથે એનો સંબંધ બંધાય. ધર્મને આત્મસાત્ કરવા માટે ભાવ સાથે કાળનું પણ મહત્ત્વ સમજો,
કાળના માધ્યમથી વર્ષનું વિભાજન થયેલું છે : શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્રણેય ઋતુઓના જુદા જુદા શારીરિક-માનસિક પ્રભાવ હોય છે. એ પ્રભાવોને લક્ષમાં રાખી, જ્ઞાની પુરૂષોએ વિશિષ્ટ ધર્મઆરાધનાઓ બતાવેલી છે. આપણે એનું મહત્ત્વ, એનું રહસ્ય સમજવું જોઈએ.
વર્ષાકાળમાં વરસાદ વરસતો હોય, આકાશ વાદળથી ઘેરાયેલું હોય, વનઉપવન અને ગામ-નગરો પાણી પાણી હોય.... આની અસર જડ-ચેતન પદાર્થો પર થતી જ હોય છે. આ કાળમાં મનુષ્યની વિશેષરૂપે કામવાસના ઉત્તેજિત થતી હોય છે. એ કામવાસનાને નાથવા માટે તપશ્ચર્યાનો ધર્મ આવશ્યક છે. માટે આપણે જોઈએ છીએ કે આપણા દેશના તમામ ધર્મોનાં સ્ત્રી-પુરૂષો વર્ષાકાળમાં ઘણી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાથી ઇન્દ્રિયદમન થાય છે. ધર્મઆરાધનામાં ઇન્દ્રિયદમન અનિવાર્ય છે. આ રીતે તપથી ઇન્દ્રિયો શાન્ત થાય ત્યારે મન ધ્યાન' માં પ્રવેશી શકે અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે. આસો મહિનામાં જ્યારે વરસાદ બંધ થઈ ગયો હોય છે, આકાશ સ્વચ્છ બને છે, ધરતી શસ્યશ્યામલા બની હોય છે.... પશુઓ અને માનવોનાં મન પ્રસન્ન હોય છે, ત્યારે ‘તપ'ની સાથે ‘ધ્યાન’ની ઉપાસના જોડાય છે, તેથી આસો માસ ‘ધ્યાન' માટે ખૂબ જ ‘પ્રોપર ટાઇમ” ઉપયુક્ત કાળ છે. આ કોઈ નવી કલ્પના નથી! પ્રાચીન ધર્મગ્રંથોમાં આ વાત આપણને વાંચવા મળે છે, અને સંઘમાં એ મુજબની સુવ્યવસ્થા ચાલી આવેલી છે. બીજી એક વાત જે વૈજ્ઞાનિક છે, આ વ્યવસ્થાને પુષ્ટ કરે છે; તે વાત આ છેઃ
ચૈત્ર અને આસો મહિનાની સાતમથી પુનમ સુધી-આ નવ દિવસોમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ખૂબ જ મહત્ત્વનો સંબંધ થાય છે. સૂર્યકિરણોની જડ-ચેતન પદાર્થો પર અસર થાય છે. માટે આ દિવસોમાં વિશેષ પ્રકારની ધ્યાનમાર્ગની ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું છે.
સ્વસ્થ શરીર : ધ્યાન માટે જરૂરી :
‘ધ્યાન’ ધરવા માટે સશક્ત-નિરોગી-નિર્મળ શરીર જોઈએ, શરીરમાં સાત
For Private And Personal Use Only