________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી નવપદ પ્રવચન
ઉપધાનમાં તપના ૧૨ પ્રકારનો સમાવેશ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
ઉપધાનનું તપ બાહ્ય તપ છે, તેમાં વૈયાવચ્ચ-સેવા તે અત્યંતર તપ છે! સ્ત્રીઓ પણ આ તપ કરી શકે. કોઈ બાળકી ઉપધાનની તપશ્ચર્યામાં ઢીલી થઈ ગઈ હોય, તમે સશક્ત છો, ઢીલાની સેવા કરો તો તેને સાતા મળે અને પ્રેરણા પણ પ્રાપ્ત થાય. તેને થાય કે અહીં કોઈ મારી સેવા કરનાર છે!'
ઉપધાનમાં બાહ્ય અને અત્યંતર તપ સહજ રીતે થાય છે. ઉપધાનમાં કોઈ દોષ લાગે તો આલોચના લખો, પ્રાયશ્ચિત્ત લો. સમય મળે સ્વાધ્યાય કરો. નવકાર-લોગસ્સનો કાયોત્સર્ગ કરો, બીમારની વૈયાવચ્ચ કરો, ગુરુજનોનો વિનય જાળવો અને પરમાત્માનું ધ્યાન કરો.
૧. અનશન તપ થાય છે! ઉપવાસ અને નીવી!
૨. ઊોદરી વ્રત. નીવી વખતે કરોને? તેથી તબિયત પણ સારી રહેશે! ૩. ઉપધાનની નીવીમાં વસ્તુઓ ઘણી હોય! તો જરૂર એક-બે વસ્તુ છોડી શકાય ને? આને વૃત્તિસંક્ષેપ તપ કહેવાય.
શામાં મજા આવે? આ નાના છોકરાઓ ઉપવાસને દિવસે મસ્ત! નીવીના દિવસે વિકેટ ડાઉન! નીવી પછી શરીર થોડી બેચેની અનુભવે. ઉપવાસને દિવસે સવારથી સાંજ સુધી ઉલ્લાસ જ ઉલ્લાસ!
૪. રસત્યાગઃ નીવીને દિવસે નીવિયાતી વસ્તુઓ ઘણી હોય! એમાંથી જે ત્યાગ કરો તો રસત્યાગ કહેવાય.
૫. માળા ફેરવતી વખતે કાયાની સ્થિરતા રાખવી, તે સંલીનતા!
૬. કાયાને કષ્ટ તો આપો જ છો ને! ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરો છો ને? ખમાસમણાં આપો છો ને!
સંવત્સરીના પ્રતિક્રમણમા કેટલા લોગસ્સનો કાઉસ્સગ આવે? ૪૦ લોગસ્સનો ને? તે પણ વધારે લાગે, અહીં ઉપધાનમાં હંમેશ ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો! પ્રતિદિન ૨૦ નવકારવાળી ફેરવવાની! કેવું તોમય જીવન!
આમ બારેય પ્રકારના તપનો ઉપધાન તપમાં સમાવેશ થાય છે. હા, બાહ્ય તપ બીજાને દેખાય છે. અત્યંતર તપ બીજાઓને દેખાય નહીં!
For Private And Personal Use Only
તમે ઉપવાસ કર્યો તો તે તપ, પણ વિનય કર્યો તે? વિનય કરનાર તપસ્વી કહેવાય? આપણે ઉપવાસ કરનારને તપસ્વી કહીશું, પણ વિનયીને તપસ્વી કહીએ છીએ ખરા?