________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૪૭ એક યુવાન ભાઈ હતા. તેમણે નક્કી કર્યું કે પરમાત્માની પૂજા કરવી, તો વિધિસર અને સમજણપૂર્વક કરવી. તેઓ પૂજાવિધિ જાણવા માટે મારી પાસે આવ્યા. મેં બધી વિધિ વ્યવસ્થિત સમજાવી. પછી બીજે દિવસે પૂજા સામગ્રી લઈ મંદિરે પૂજા કરવા ગયા.
પહેલાં અંગપૂજા, પછી અગ્રપૂજા અને પછી ભાવપૂજા કરી. ત્યાં એક મહાનુભાવ (!) મંદિરમાં આવતાં જ અગરબત્તી લઈને ભગવાન પાસે ફેરવવા લાગ્યા! ઠેઠ ભગવાનના નાક પાસે અગરબત્તી લઈ ગયા! પેલા યુવાન ભાઈએ તેમને કહ્યું : “ધૂપ તો અગ્રપૂજા છે. પહેલાં અંગપૂજા કરવી જોઈએ, પછી અગ્રપૂજા થાય!' પેલા શ્રાવક બોલી ઊઠ્યા : “તમે ક્યારથી પૂજા શરૂ કરી? પેલા યુવાને કહ્યું : આજથી પૂજા શરૂ કરી છે.” વૃદ્ધ શ્રાવકે કહ્યું : “તમે આજથી પૂજા શરૂ કરી, પણ અમે તો પૂજા કરતાં કરતાં ઘરડા થઈ ગયા, તે અમને ખબર નહીં હોય? મને શું શિખવાડો છો?” પછી તેમણે શું કર્યું તે જાણો છો? ધૂપ કર્યા પછી ભગવાન સામે માળા લઈને બેસી ગયા! માળા ફેરવી પછી ઊભા થઈને પ્રક્ષાલ કરવા લાગ્યા!
પેલા યુવાને કહ્યું : “પહેલાં અંગપૂજા થાય, પછી અગ્રપૂજા અને પછી ભાવપૂજા થાય.... માળા પછી ફેરવાય.”
પેલા શ્રાવકે કહ્યું : આવું તો હંમેશાં અમે કરીએ છીએ. આ ફૂલચંદભાઈ આમ કરે છે, આ સુખલાલ આમ કરે છે, આ ભાવચંદ શેઠ આમ કરે છે, બધા કરે છે, બધાં શું ખોટું કરે છે?'
આજે લોકશાહીમાં અજ્ઞાનીઓનું ટોળું જે કહે તે સાચું અને જ્ઞાની કહે તે ખોટું! બહુમતિ લોકો કરે તે સાચું અને લઘુમતિ કરે તે ખોટું! આ majority બહુમતિ અને minority લઘુમતિના સિદ્ધાંતે ભયંકર નુકસાન કર્યું છે.
પરમાત્મ-પૂજામાં અવિધિઓ કેવી વિધિરૂપ બની ગઈ છે, તેનું આ તો તમને એક ઉદાહરણ આપ્યું. સમાજમાં અને સંઘમાં આવી તો અનેક અવિધિઓ વિધિરૂપ બની ગઈ છે.
આવું શાથી બન્યું? કારણ કે તે તે ધર્મક્રિયાનું વ્યવસ્થિત જ્ઞાન, ગુરૂજનો પાસેથી મેળવ્યા વિના જ ધર્મ-ક્રિયાઓ કરવા માંડી છે..... કાં તો તમને કોઈ માર્ગદર્શન આપનાર મળ્યું નથી અથવા માર્ગદર્શન આપનાર મળવા છતાં માર્ગદર્શન લીધું નથી!
સામાયિકની ક્રિયા બરાબર કરો છો? પ્રતિક્રમણની ક્રિયા બરાબર કરો
For Private And Personal Use Only