________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૪પ ધરો. તેના અંતે “નિર્વિકલ્પ” ધ્યાન ધરી. “સવિકલ્પ ધ્યાન એટલે એક-એક પદ લઈને તેના પર પહેલાં ચિંતન, પછી મનન ને પછી સ્થિરીકરણ. આ રીતે કરતાં સારા-નરસા કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં, એવી નિર્વિકલ્પ ધ્યાનની ભૂમિકા આવે છે. માટે પહેલાં સવિકલ્પ ધ્યાન ધરો. આજે તપપદનું ધ્યાન ધરવાનું છે. “તપ' એટલે શું? તપપદ :
ભારત દેશમાં “તપ”નો અર્થ થાય છે, “ખાવું નહીં, પીવું નહીં! એક દિવસ, બે-ચાર દિવસ, કે માસ-બેમાસ ખાવું નહીં, ભોજન ન કરવું, પાણી ન પીવું. આ અર્થમાં “તપ” શબ્દ પ્રચલિત છે. “તપ”નો પ્રારંભ આ અર્થથી થાય છે, પણ પૂર્ણાહુતિ આ અર્થમાં નથી થતી.
ભોજન ન કરવું' એ તપ. આજે દિવસમાં એકવાર ભોજન કરવું, એકવાર કરવું તે પણ લુખ્ખભોજન કરવું ઓછું ખાવું. ઓછી વસ્તુઓ ખાવી... આ બધું તપમાં આવે. ‘ભૂખ્યા રહેવું,' “નહીં ખાવું' “ઓછું ખાવું?-તપનો આ અર્થ પ્રાથમિક ભૂમિકામાં તો ઠીક છે. પણ પ્રથમ કક્ષામાં પહેલા ધોરણમાં ક્યાં સુધી રહેશો?
તમારો દીકરો પહેલા ધોરણમાં એકવાર નાપાસ થયો, બીજે વર્ષે નાપાસ થયો, ત્રીજે વર્ષે નાપાસ થયો-તો તમે ક્યાં સુધી ચલાવી લેશો? એક વર્ષ-બે વર્ષ નાપાસ થાય તો તમને ચિંતા થાય કે નહીં? તમને ચિંતા થાય કે “હવે ક્યારે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જાય? છેવટે શું કરો? ધક્કો મારો! ગમે તેમ કરીને બીજા ધોરણમાં લાવોને?
તો તમે સાધનાની પ્રથમ કક્ષામાં ક્યાં સુધી બેસી રહેશો? તપની આ એક જ કક્ષા છે? બીજી નથી? છે. પણ આગળ વધવું નથી કે વધી શકતા નથી! શું વિચારો છો? “આગળ ન વધાય તો ચાલે, એમ જ હોય! બધા કરે છે તેમ કરો!” અરે, બધાં કરે તેમ કરાય?
જે વિદ્યાર્થી ભણે છે અને જેણે આગળ વધવાની તમન્ના છે તે બીજા હોઠ વિદ્યાર્થીઓ સામે જોશે કે પોતાના અધ્યાપક તરફ જોશે?
જેને આગળ વધવું છે તે વિદ્યાર્થી, જે વિદ્યાર્થીઓ રમવામાં, રખડવામાં વધુ વખત ગાળે છે, અભ્યાસ તરફ બેદરકાર રહે છે, તેવા વિદ્યાર્થીઓ સામે જોયા કરશે? ના, તે તો હોશિયાર વિદ્યાર્થીઓ સામે જોશે.
For Private And Personal Use Only