________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ૧. આચાર્યપદના દિવસે હેમચંદ્રસૂરિજીનું ધ્યાન ધર્યું હતું ને? ઉપાશ્રયમાં ફોટો રાખ્યો છે. રોજ દર્શન કરો છો ને? ધ્યાન કોનું ધરશો? જેમના ધ્યાનમાં તમારું મન સ્થિર થઈ જાય, તેવા આચાર્ય ભગવંતનું ધ્યાન ધરો. તે માટે પૂ. હેમચંદ્રાચાર્ય કે સુધર્માસ્વામી કે ગૌતમસ્વામી, ગમે તેમનું ધ્યાન ધરો.
૨. ઉપાધ્યાયપદમાં કોનું ધ્યાન બતાવ્યું હતું? પૂ. યશોવિજયજી ઉપાધ્યાયનું ધ્યાન! સમકાલીન સાધુઓએ તેમને “કલિકાળના કેવળજ્ઞાની' કહ્યા છે!
૩. સાધુપદમાં સિંહ અણગાર કે ધન્ના અણગારનું ધ્યાન ધરો.
૪. દર્શનપદમાં દૃઢ સમકિતીના રૂપમાં અહંન્નક શ્રાવક-શ્રાવિકામાં સુલસા શ્રાવિકા!
૫. જ્ઞાનપદમાં મહાજ્ઞાની સ્થૂલિભદ્રસ્વામીનું ધ્યાન ધરવું. આંખ બંધ કરો તો સામે નિર્વિકારી, જ્ઞાનસાગરમાં ડૂબેલા સ્થૂલભદ્રસ્વામી સાકાર થાય!
૩. ચારિત્રપદમાં ત્રણ-ચાર ચારિત્રવંતનો પરિચય આપ્યો. ગજસુકુમાર મુનિ, મેતારક મુનિ, ધન્ના અણગાર, કુરગડુ મહામુનિ! મહામુનિ કુરગડુ
કુરગડુ મહામુનિ રાજકુમાર હતા. તેમનું પૂર્વનામ લલિતાંગ હતું. આચાર્ય મહારાજનો સંપર્ક થયો. ચારિત્ર લીધું. કર્મનો ઉદય ક્યારે થાય તેનો કોઈ ભરોસો નહીં. દીક્ષા લીધી, સાધુ બન્યા પછી સુધા-વેદનીય કર્મ ઉદયમાં આવ્યું! ભૂખ ભયંકર લાગે? તે પણ કેવી! સૂર્યોદય થાય કે ભયંકર ભૂખ લાગે! ખાવા પણ ખૂબ જોઈએ. ભૂખ એટલી કે હમેશાં ગોચરીએ જાય ત્યારે ઘડો લઈને જાય. તેમાં માત્ર ભાત લાવે. જાગૃતિ હતી. પેટ ભોજન માગે છે. તે કોઈ quality માંગતું નથી, તેને quantity જોઈએ. અગ્નિ શું માર્ગે? લાકડાં! શુધા શું ઇચ્છે? ભોજન!
આ મુનિ શું વહોરતા? ફક્ત ભાત! તેઓ તેવા પ્રદેશમાં હશે કે જ્યાં ઘરે ઘરે ભાત બનતા હશે. જેમ મદ્રાસમાં જુઓ તો ભાત અને આંબલીનું પાણી! બિહારમાં જુઓ તો ભાત અને દાળ! ખાવા કેટલું જોઈએ? થાળી ભરીને!
આ મુનિરાજ એવા કોઈ પ્રદેશમાં હશે. ચાવલને “કુર' કહેવામાં આવતા. ઘડાને “ગડુ' કહેતા. આમ “કુરથી ભરેલો ગડુ-ઘડો વહોરી લાવતા એટલે તેમનું નામ “કુરગડુ” મુનિ પડ્યું. પછી તો નામ છપાઈ ગયું! સાધુઓ તેમને કુરગડુ મુનિ' કહે. ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા, “કુરગડુ મુનિ' તરીકે! તેમનું મૂળ નામ લલિતાંગ મુનિ હતું.
For Private And Personal Use Only