________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
લાગી છે કે આ વિકૃત હવા દુનિયામાં ભયંકર રોગો ફેલાવશે! મેડિકલ સાયન્સ આજે હતાશ થઈ રહેલું છે.
પાણી અને હવા બદલાય તે સમાજને, દેશને, જગતને માટે જોખમકારક છે.... પરંતુ સાધુ બદલાય તો? ઘોર અનર્થ થશે. કેટલીક જગ્યાએ જમાનાના ઓઠા હેઠળ સાધુતાનું પતન થયું! માત્ર બાહ્ય કલેવર રહ્યું!
આધ્યાત્મિક ભૂમિકાથી થતું પતન જો તમારી સમજમાં નહીં આવે તો અવનતિ થતી જ જવાની છે.
પદયાત્રા અતિ આવશ્યક :
અમે રાજસ્થાનમાં વિહાર કરતા હતા. એક ગામડામાં ગયા, ત્યાં અજૈન લોકોએ કહ્યું ; ‘સાહેબ, પદયાત્રા માત્ર જૈનમુનિ જ કરે છે. અમારા ગામમાં અમારાં સંત, સાધુ, બાવા, જોગી કોઈ આવતા નથી! તેથી કોઈ ધાર્મિક પ્રેરણા મળતી નથી, માત્ર જૈન મુનિઓ પદયાત્રા કરતા અહીં આવે છે, અમને ઉપદેશ આપે છે!'
પાદવિહાર કેટલો મહત્ત્વનો છે, કેટલો ઉપકા૨ક છે, તે સમજાવવું પડે એમ છે? આજે કેટલાક કહે છે; 'સાધુએ ટ્રેઇનમાં બેસવું જોઈએ! પ્લેનમાં ઊડવું જોઈએ!' એક વ્યાખ્યાન રતલામમાં, બીજું ઈન્દોરમાં, ત્રીજું ભોપાલમાં! કેટલાને લાભ મળે? તેમની નજરમાં રતલામ, ઈન્દોર, દિલ્હી, મુંબઈ અને કલકત્તાના લોકો છે.... બીજે બધે શું પશુઓ વસે છે? શું ગામડાઓમાં માણસો વસતા નથી? એમને ધર્મનો ઉપદેશ કોણ આપશે? જે દર્શા હિન્દુ સમાજની થઈ છે, તે દશા જૈન સંઘની કરવી છે? હિન્દુ ધર્મના સંન્યાસીઓએ પાદવિહાર ત્યજી દીધો. પરિણામે ગામડાની પ્રજાનો સંપર્ક તૂટી ગયો. એ પ્રજા ધર્મના ઉપદેશથી વંચિત થઈ ગઈ.
પરોપકાર ક્યારે?
આજે તમારે કંઈ સમજવું નથી, વિચારવું નથી, ઊંડાણથી ચિંતન કરવું નથી. શા માટે એક મનુષ્ય સંસાર ત્યજીને સાધુ બને છે? સાધુએ આત્મસાધના કરવાની છે. સાધુ મોક્ષ-માર્ગના આરાધક છે. પહેલાં પોતાના આત્માને નિર્મળ કરે. એ સાધના કરતાં કરતાં એમ લાગે કે ‘પરમાત્મા જિનેશ્વરદેવનો મારા પર અત્યંત ઉપકાર છે, જે સમ્યજ્ઞાન મને મળ્યું છે, તે દુનિયાના યોગ્ય જીવોને મારે આપવું જોઈએ. એમ સમજીને તે ઉપદેશ ગુરૂની સંમતિથી આપે. જ્યાં સુધી મર્યાદા સચવાય ત્યાં સુધી આપે!
For Private And Personal Use Only