________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૨૫ સમ્યજ્ઞાન માટે વિશેષ ખર્ચ કરવાની જરૂર જણાય છે. દર વર્ષે ૧,000 આપી શકે તેવા બાર શ્રીમંતો આગળ આવે. વધુ નહીં તો પાંચ વર્ષની યોજના કરો. એક હજારમાં સરસ કામ બની જાય. સરસ મકાન છે, તો વ્યવસ્થા પણ કરી શકાય. ધાર્મિક પાઠશાળાની વાત કરું તો લોહી ઠંડું પડી જાય છે ને? કે પછી ગરમ થાય છે? સમ્યજ્ઞાન શી રીતે આપશો?
ધાર્મિક શિક્ષણ એટલે માત્ર ગાથા, સૂત્ર જ નહીં, સાથે સાથે જૈન શાસનનાંજૈન ધર્મનાં મૂળભૂત તત્ત્વો, જીવ વિચાર, બૃહસંગ્રહણી, ચૌદ રાજલોક,.... કર્મગ્રંથ, આચારમાર્ગ, ભાભય વગેરે ભણાવાય. જૈન ઇતિહાસની વાતો આપી શકાય. ઘણું ઘણું ભણાવી શકાય. પુય-પાપના સિદ્ધાંત જે સમજાવવામાં નહીં આવે તો દેશમાં ભયંકર અનર્થો થશે. સ્વર્ગ: નરક : પુણ્ય : પાપ :
એક વખત એક યુનિવર્સિટીમાં નવ વ્યાખ્યાનો ગોઠવાયાં. બધી ફેકલ્ટીના -આર્ટ-ફેકલ્ટીના, સાયન્સ ફેકલ્ટીના, કૉમર્સ ફેકલ્ટીના નવ-દશ હજાર વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાનો થયાં. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ચાલતો; કેટલાંક વિદ્યાર્થીઓ મારી પાસે આવતા અને કહેતા કે “સાહેબ, અમને શીખવવામાં આવે છે કે “પુણ્ય-પાપ કાંઈ નથી! સ્વર્ગ-નરક તો માત્ર કલ્પના છે! લાલચ બતાવવા સ્વર્ગ કચ્યું. ભય બતાવવા નરકની કલ્પના કરી.”
મેં એમને સારી રીતે પુણ્ય-પાપના સિદ્ધાંત સમજાવ્યા. સ્વર્ગ અને નર્કની સત્યતા સિદ્ધ કરી બતાવી.... ત્યારે તેઓએ કહ્યું : “સાહેબ, આવું અમને કોઈએ સમજાવ્યું જ નથી! સંસ્કારસિંચન માટે પાઠશાળા જરૂરી છે ?
પુણ્ય અને પાપ પર શ્રદ્ધા ન રહી તો ધર્મ કોણ કરશે? પાંચ લાખના આ તમારા ઉપાશ્રયમાં કોણ આવશે? ‘ઉપાશ્રય હોલ સરસ છે. તો નાચવા માટે આપો!” નૃત્ય કાર્યક્રમો ઉપાશ્રયમાં યોજાશે! સામાજિક ને રાજકીય પરિસંવાદો ઉપાશ્રયમાં યોજાશે! ઉપાશ્રયો ક્લબો બની જશે ને તમારાં જ છોકરા-છોકરીઓ
ક્લબ બનાવશે! સમજો, હૃદયના દરવાજા ખોલો, છોકરા-છોકરીઓને સંઘ સમ્યજ્ઞાન ન આપે તો તો પછી શું કરવાનું? જેને morning school સવારની શાળા છે, તે છોકરા-છોકરીઓ વ્યાખ્યાનમાં આવી શકે નહીં. રવિવારે બીજી
For Private And Personal Use Only