________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું જેની મદદ લેવાની હોય તેની શક્તિમાં શંકા આવી જાય તો નિશ્ચિતતા ન મળે, સફળતા ન મળે. સહાયકની શક્તિમાં શંકા આવી એટલે મામલો ખતમ! સહાયકની શક્તિના અજ્ઞાનમાંથી આવી શંકા જન્મે છે! જેટલું આવશ્યક જ્ઞાન હોવું જોઈએ તે નથી; તે ન હોય એટલે ડગલે ને પગલે શંકા થાય! ઉપરચોટિયું જ્ઞાન ન ચાલે. તત્ત્વના ઊંડાણમાં જવું જોઈએ. અનુપ્રેક્ષા-જ્ઞાન શ્રદ્ધાભાવને પુષ્ટ કરે છે. તેવો શ્રદ્ધા-ભાવ દૃઢ હોય તો પછી ભલે ને દેવ દાનવ કે રાક્ષસ-વ્યંતર આવે! ભયંકર સર્પ કેમ ન આવે? તેનો શ્રદ્ધા-ભાવ અખંડ... નિઃશંક બન્યો રહેશે. જોઈએ જ્ઞાનમૂલક શ્રદ્ધા! સિદ્ધચક્રની શક્તિ માટે નિઃશંક બનો :
ગારૂડીને પોતાની મંત્રશક્તિ પર શ્રદ્ધા હોય છે, તેથી સામે ગમે તેવો ભયંકર સર્પ આવે, છતાં તે ડરતો નથી! તેને પોતાની મંત્રશક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે; પરંતુ જે ક્ષણે તે વિશ્વાસ ડગે તે ક્ષણે સર્પ તેને મારે!
સર્વ તત્ત્વોમાં કોઈ પણ રહસ્યભૂત તત્ત્વ હોય તો તે સિદ્ધચક્ર છે! નવપદ છે! આ તત્ત્વ પર આપણી શ્રદ્ધા નિઃશંક હોવી જોઈએ. નિઃશંકતા માટે જ્ઞાન હોવું જોઈએ, તે માટે જ્ઞાનપદની આરાધના કરવી જોઈએ. એ આરાધનામાં મુખ્ય છે ધ્યાન! જ્ઞાનપૂર્વક ધ્યાન ધરવાનું! જ્ઞાનપદનું ધ્યાન એટલે જ્ઞાની પુરૂષોનું ધ્યાન ધરવાનું. જ્ઞાનીપુરૂષોનો જ્ઞાનપ્રકાશ જોવાનો, નિર્મળ સમ્યગ્દષ્ટિ ચારિત્રવંત જ્ઞાનીપુરૂષોનું ધ્યાન ધરવાથી આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન પ્રગટ થાય.... પ્રગટેલી જ્ઞાનની
જ્યોતને જલતી રાખવા માટે હંમેશાં જ્ઞાની પુરૂષનું ધ્યાન ધરતા રહો. દીપક બુઝાઈ ન જાય, તેનું ધ્યાન રાખવું પડે! ઇલેક્ટ્રિક લાઇટમાં પણ ફ્યુઝ ઊડી ન જાય તેનું ધ્યાન રાખવું પડે ને? ધ્યાન રાખવું એટલે વિશેષ ખ્યાલ રાખવો! જગતની પ્રત્યેક ક્રિયામાં ધ્યાન આવશ્યક છે. રસોઈ ચૂલા પર બનતી હોય તો ચૂલો હોલવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે ને? રસોઈ દાઝી ન જાય તેનું ધ્યાન પણ રાખવું પડે! મા પોતાના બાળકને કહે છે, “કપડાં પહેરવામાં ધ્યાન રાખો.” પિતા પોતાના પુત્રને કહે છે, “બેટા પૈસા ખર્ચવામાં ધ્યાન રાખો.” શિક્ષક વિદ્યાર્થીને કહે છે, “ભણવામાં બરાબર ધ્યાન રાખો.” એવી રીતે તબિયતનું ધ્યાન રાખો, દુકાનનું ધ્યાન રાખો, ઘરનું ધ્યાન રાખો, મહેમાનોનું ધ્યાન રાખો....” એમ કેટલાં બધાં ધ્યાન રાખો છો? પણ સિદ્ધચક્રનું ધ્યાન રાખો છો? માતા, પિતા, શિક્ષક, વડીલ બધા શા માટે ધ્યાન રાખવાનું કહે છે? કામ બગડી ન જાય માટે ને? સિદ્ધચક્રમાં ધ્યાન નહીં રાખો તો આખી જિંદગી
For Private And Personal Use Only