________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૦૫ આ એટલા માટે તમને કહેવાય છે કે દેવલોકના દેવ મનુષ્યને કેવી રીતે જુએ છે! તે તમે સમજો. દેવોની દૃષ્ટિમાં મનુષ્યો ગંદકીમાં રખડતાં ભૂંડ જેવા લાગે! મનુષ્યલોકની ગંદકી એટલી ઊંચી ઊંડે છે કે દેવલોકના દેવ અહીં આવવા રાજી નહીં.
મિથ્યાદૃષ્ટિ દેવ શ્રાવક અહંન્નકની પ્રશંસા સહન કરી શક્યો નહીં, તે તો આવ્યો નીચે.
અહંન્નક શ્રાવક તે વખતે વેપાર અર્થે વહાણો લઈને સમુદ્ર માર્ગે મુસાફરીમાં હતા. પેલો દેવ અન્નક શ્રાવકના વહાણમાં આવ્યો. તે વખતે અહંન્નક પરમાત્માની પૂજામાં લીન હતા. પહેલાંના જમાનામાં લાંબી મુસાફરીએ શ્રાવક જતા ત્યારે સાથે પરમાત્માની મૂર્તિ લઈ જતા! અહંન્નક પૂજા કરે છે. દેવે કહ્યું : “અરે, આ તું શું કરે છે? આરાધના કરવી હોય તો મારી કર. શા માટે આ વીતરાગની આરાધના? તે કરવાથી તને શું મળવાનું છે?”
અહંન્નકે કહ્યું : “તું મને શું દેશે?” દેવે કહ્યું : “તું ઇચ્છીશ તે ધન, સંપત્તિ વગેરે આપીશ!
અન્નક : હું ઇચ્છું તે તું નહીં દઈ શકે! કહે, આપી શકીશ? મારે મોક્ષનિર્વાણ જોઈએ છે, તે તું આપી શકશે? સંપત્તિની મને અભિલાષા નથી.... મારી પાસે જે ધન-સંપત્તિ છે, તે પણ છોડવાની ઇચ્છા રાખું છું!'
સમજાય છે અહંન્નકની વાત? સમ્યગ્દષ્ટિ આત્મા “હેય ના ત્યાગની ભાવનામાં ર! હેયને છોડવાની ઇચ્છા કામના કરે! વાત સમજાઈ ગઈ? તો નિર્ણય તમારો થઈ ગયો ને? સમ્યગ્દષ્ટિ આત્મા “સંસારને ક્યારે છોડું?' એવું વિચારે ને?
દેવે કહ્યું : “આટલું સુંદર શરીર છે, યુવાન વય છે, ધન છે, તે શા માટે છોડવા માગે છે? અરે, જોઈએ તો વધુ આપું. દેવલોકનું સુખ આપુ. છોડી દે પૂજા પાઠ, ફેંકી દે વીતરાગની મૂર્તિ દરિયામાં.” દેવે શેઠને લલચાવવા ખૂબ પ્રયત્ન કર્યા; પરંતુ અન્નક શ્રાવક ડગ્યા નહીં.
દેવે જાણયું હશે કે “વેપારી છે, ધનની લાલચથી ડગી જશે! પરંતુ અન્નક લાલચ આગળ ઝૂકતા નથી! દેવે લલચાવવાનું છોડી દીધું અને ડરાવવાનું શરૂ કર્યું
તેણે કહ્યું : “મારી વાત માને છે કે નહીં? માનીશ તો ખ્યાલ કરી દઈશ, નહીં માને તો બરબાદ કરી નાખીશ.”
અન્નકે પણ દઢતાથી કહી દીધું : “તારી વાત હું નહીં માની શકું. દેવગુરુ-ધર્મને નહીં છોડું.”
For Private And Personal Use Only