________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું માનો કે મને પૈસાનો રાગ છે, હું તમારી પાસે પૈસા માગું છું. પૈસા એટલે સંસારનાં સુખોનું સાધન. મારો સ્વાર્થ છે. હું માનું છું, છતાં તમે નથી આપતા, માગવાનો મારો અધિકાર છે, તેમાંથી જન્મે છે ક્રૂરતા!
કોણિક શા માટે શ્રેણિક પ્રત્યે ક્રૂર બન્યો? કોકિને રાજ્યનો લોભ હતો, સ્વાર્થ હતો, શ્રેણિક રાજ્ય આપતા નથી; આથી કોણિકના હૃદયમાં ક્રૂરતા પ્રગટી! શ્રેણિકને જેલમાં નાખ્યા. એટલું જ નહિ. જેલમાં શું કર્યું? શ્રેણિકને કોરડાનો માર પડતો હતો ને? શ્રેણિક ભગવાન મહાવીરના અનન્ય-પરમ ભક્ત હતા. ભગવાનને પોતાના હૃદયમાં બેસાડ્યા હતા. ભગવાનના શાસનને બેસાડ્યું હતું, તેને આવું અસહ્ય દુઃખ શાથી આવ્યું? જો શ્રેણિક સમજી ગયા હોત અને રાજ્ય કોણિકને સોંપી દીધું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. પરંતુ રાજ્ય સુખના રાગે રાજ્ય છોડવા ન દીધું કોણિકના હૃદયમાં ક્રૂરતા આવી. જ્યાં સંસારનાં સુખોનો તીવ્ર રાગ, ત્યાં ક્રૂરતા આવે જ.
સમકિત દૃષ્ટિવાળો આત્મા સંસારના સ્વરૂપને સમજતો હોય છે. તે માનતો હોય છે કે આ મારાં જ કર્મોનું ફળ છે. તેથી શ્રેણિક દુઃખ સમતાથી સહન કરી શક્યા. તેમણે વિચાર્યું કે “મેં રાજગાદી ન છોડી, પુત્રને તે ન આપી, રાજ્યના રાગે પુત્રમાં ક્રૂરતા પેદા કરી! મેં જે કર્યું, તેની સજા મારે ભોગવવી જ જોઈએ.” પોતાના પ્રશ્નોનું સમાધાન પોતે કરી લીધું!
શ્રેણિકને કોણિક પ્રત્યે ક્રૂરતા ન આવી. દયાનો ભાવ બન્યો રહ્યો. અનુકંપા એટલે દુ:ખી જીવો પ્રત્યે દયા. બીજાનું દુઃખ જોઈને આત્મા કંપી ઊઠે, અનુકંપાથી ભરેલા આત્મામાં સમતાભાવ પ્રગટે છે.
પાંચમું લક્ષણ પ્રશમનું છે. “શ્રેણિકે ભગવાન મહાવીર પાસેથી સાચી સમજ - સમ્યગુજ્ઞાન મેળવ્યું હતું : અપરાધી પ્રત્યે પણ કરુણા રાખો.
તીર્થકર પણ સંસારની ગતિને ન રોકી શક્યા, તો પછી હું કોણ માત્ર? 1 am nothing! મારું શું વ્યક્તિત્વ છે? હું કાંઈ નથી.” અપરાધી જીવો પ્રત્યે પણ રોષ નહીં, ક્રોધ નહીં, અણગમો નહીં! ઉપશમભાવ-પ્રશમભાવ સમકિતદૃષ્ટિ આત્માનું લક્ષણ છે. એક કવિએ કહ્યું છે :
ઉપશમ આણો, ઉપશમ આણો ઉપશમ રસમાં નાણો રે, વિણ ઉપશમ જિનધર્મ ન સોહે, જિમ જગ નરવર કાણો રે.”
For Private And Personal Use Only