________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સ્વયં મિથ્યાષ્ટિ હોય, પરંતુ ધર્મ ઉપદેશ દ્વારા બીજા જીવોને ધર્મનો બોધ પમાડે! “અભવી' અને “દુર્ભવી' આત્માઓને આ સમ્યક્ત હોય.
પ્રશ્ન : સમ્યગુદર્શન આપણને પ્રાપ્ત થયું છે, તે આપણે કેવી રીતે જાણી શકીએ? સ્વયં નિર્ણય કેવી રીતે થાય?
ઉત્તર: તમે મને પૂછો કે “મારામાં સમ્યગદર્શન છે કે નહીં? હું ન કહી શકું. હા, વિશિષ્ટ શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની વગેરે કહી શકે. સમ્યગ્દર્શનનો નિર્ણય કરવા માટે શાસ્ત્રોમાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. આ પાંચ લક્ષણોના આધારે તમે સ્વયં નિર્ણય કરી શકો કે “મારામાં સમ્યગુ દર્શન છે કે નહીં?' સમકિતનાં પાંચ લક્ષણો :
(૧) સર્વ પ્રથમ-આસ્તિકતા : આસ્તિકતા એટલે શ્રદ્ધા. દેવ-ગુરૂ-ધર્મ પર શ્રદ્ધાનો ભાવ. અરિહંત પરમાત્મા, નિગ્રંથ ગુરૂ, તથા કેવળીભાષિત ધર્મ પર શ્રદ્ધા. એમ થવું જોઈએ કે “જો મારે મોક્ષમાર્ગની આરાધના કરવી છે તો આ ત્રણેયના સહારે જ કરી શકું!'
દેવ-ગુરૂ-ધર્મનું શરણ અક્ષય પદ આપે છે, તે સિવાય કોઈ અક્ષય પદ આપી શકે નહીં. જે મંગલકારી છે, જે ઉત્તમ છે, જે શ્રેષ્ઠ છે, તેનું જ શરણું હો!
चत्तारि मंगलं રિહંતા મંHિ, સિદ્ધા, મંત साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ।।
વત્તરિ નોમુત્તમ अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा। साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमा ।।
चत्तारि सरणं पवज्जामि। अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि।
साहू सरणं पवज्जामि।
केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि । આ ક્રમમાં રહસ્ય રહેલું છે. જાણો છો? પહેલો નિર્ણય કે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ મંગલકારી છે. કલ્યાણકારી છે!
For Private And Personal Use Only