________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું [૪] વ્યવહાર સમ્યવઃ સમ્યગુદર્શનના બાહ્ય આચારોને પાળે અને શ્રદ્ધાભાવ ધારણ કરે.
[પી નિસર્ગ સમ્યક્ત : સ્વાભાવિક રીતે જ જિનોક્ત તત્ત્વોમાં અભિરૂચિ હોય.
[૭] ઉપદેશજન્ય સભ્યત્વ : સુગુરૂ આદિનો ઉપદેશ સાંભળીને જિનવચનમાં રૂચિ પ્રગટે.
સમ્યક્તના ત્રણ પ્રકાર :
૩. ત્રીજી રીતે સમ્યક્તના ત્રણ પ્રકાર છે : (અ) લાયોપથમિક સમ્મસ્વ. (બ) પથમિક સમ્યક્ત. (ક) ક્ષાયિક સમ્યક્ત. આ ત્રણેય સમ્યક્વને સમજવા માટે એક ઉદાહરણ આપું છું. (અ) એક માણસને તરસ લાગી છે, એને પાણી પીવું છે. એની પાસે પાણી છે, પરંતુ કચરાવાળું છે. તેણે એ પાણીને બીજા ગ્લાસમાં ગાળી નાખ્યું. ગરણામાં જે કચરો રહ્યો, તે તો એણે ફેંકી દીધો, પણ ગાળેલા પાણીમાં પણ સૂક્ષ્મ કચરો રહી ગયો હતો. તેણે પાણીના ગ્લાસને સ્થિર મૂકી રાખ્યો, કચરો પાણીની નીચે બેસી ગયો! આ થયો કચરાનો ક્ષય+ઉપશમનક્ષયોપશમ. ગરણામાં જે રહી ગયી તે ક્ષય અને પાણી નીચે બેસી ગયો તે ઉપશમાં
આજ રીતે મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. મિથ્યાત્વમોહનીયકર્મનો કેટલોક ક્ષય (નાશ) થઈ જાય અને કેટલુંક કર્મ શમી જાય તેને લાયોપથમિક સમ્યક્ત કહેવાય.
(બ) કોઈ માણસ કચરાવાળા પાણીને ગાળી શકતો નથી. ગાળવા માટે ગરણું જ નથી! એ તો પાણીના ગ્લાસને સ્થિર મૂકી રાખે છે. કચરો પાણીની નીચે ઠરી જાય છે! આ થયો કચરાનો ઉપશમ!
એમ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ જીવ કરે, તો ઉપશમ સમકિત કહેવાય. પણ જેમ ગ્લાસ હલે એટલે કચરો ઉપર આવે અને પાણી કચરાવાળું થઈ જાય, તેમ આત્મા પણ ચંચળ બને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ આદિથી અસ્થિર બને એટલે મિથ્યાત્વ મોહનીયનો કચરો ઉપર આવી જાય! સમકિત ચાલ્યું જાય!
For Private And Personal Use Only