________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કર્યો?' ઉપકારીનો ઉપકાર ભૂલી જાય તે વ્યક્તિ ધર્મક્ષેત્રમાં પ્રવેશવા માટે યોગ્ય નથી. ધવલ શેઠે શ્રીપાલને ખૂબ હેરાન કર્યા, પણ શ્રીપાલ તેના ઉપકારને ભૂલ્યા નહીં!
આ કૃતજ્ઞતાનો મહાન ગુણ શ્રીપાલના જીવનમાં હતો. આથી તેની મહાનતા વધી અને સિદ્ધચક્રજીની આરાધનાની પણ મહાનતા વધારી. ગુણવાન આત્મા સ્વયંની ઉન્નતિ કરે છે, અને બીજાની પણ ઉન્નતિ કરે છે. ધર્મ કરનારના બે પ્રકાર :
ધર્માત્મા બે પ્રકારના હોય છે : (૧) ગુણહીન ધર્માત્મા, (૨) ગુણવાન ધર્માત્મા.
(૧) ધર્મની ક્રિયા ઘણી કરે પણ ગુણ ન હોય તો તે ગુણહીન ધર્માત્મા કહેવાય. મંદિરમાં પૂજા કરે અને ઘરમાં જઈ ગાળો બોલે!
ઉપાશ્રયમાં સામાયિક કરે અને ઘેર બીજાને ત્રાસ આપે! અહીં આવેપ્રતિક્રમણ-ધર્મક્રિયા કરે અને બજારમાં ગરીબ પર દયા ન બતાવે. “પૈસા દેતો નથી? તારા ઘરનું લિલામ કરાવીશ! ઘર લઈ લે, સ્ત્રી, બાળકોને રસ્તા પર રઝળતા કરી દે પછી કહે : “સાહેબ, શું કરીએ? પૈસાના મામલામાં બધું ય કરવું પડે!” પૈસાના મામલામાં બધું ય કરે તે શ્રાવક નહિ; તે જૈન નહિ, દયાકરુણા વિનાનો શ્રાવક નહીં, જૈન જૈન નહીં. ગુણહીન ધર્માત્મા પોતાની ઉન્નતિ તો નથી કરતો પણ બીજા જીવોને ધર્મથી વિમુખ કરે છે.
લોકો આવો ધર્મ કરનારાઓ માટે શું બોલે છે, જાણો છો? “આ ધર્માત્મા? ફલાણાનાં બાળ બચ્ચાંને રખડતાં કર્યા! આવો આનો ધર્મ? જુઓ, ધર્મ કરનારા મોટા જોયા ન હોય તો! નિષ્ફર છે.. ક્રૂર છે.. દિલમાં દયાનો છાંટો નથી.' આમ ધર્મ પ્રત્યે ધૃણા ઉત્પન્ન કરે. તે ગુણહીન-કરૂણાહીન, ક્ષમાહીન, નમ્રતાહીન માણસો ધર્મને લાંછન લગાડે છે.
સિદ્ધચક્રજીનો આરાધક ગુણવાન ધર્માત્મા જોઈએ. ગુણહીન સ્વયં આરાધક બનતો નથી, બીજા જીવોને ધર્મસન્મુખ બનાવી શકતો નથી.
શ્રીપાલ ગુણવાન ધર્માત્મા હતા. તેમના જીવનચરિત્રમાં તેમણે કેટલાં સામાયિકપ્રતિક્રમણ કર્યા, કેટલી ધર્મક્રિયાઓ કરી તે વાંચવા નથી મળતું, પરંતુ તેઓ સિદ્ધચક્રજીના આરાધક હતા અને ગુણોથી તેમનું જીવન સુવાસિત હતું, તે પ્રસંગે પ્રસંગે જાણવા મળે છે.
For Private And Personal Use Only