________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
પ્રીત કિયે દુઃખ હોય
વસંતપંચમી! દીક્ષાના શુભ મુહૂર્તનો દિવસ!
ચંપાનગરીએ દિવ્ય શણગાર સજ્યા હતા. નગરીના રાજમાર્ગો પર મૂલ્યવાન રત્નોનાં તોરણ બંધાયાં હતાં, સુગંધભરપૂર જળનો છંટકાવ થયો હતો.
હજારો રથ, હાથી અને અશ્વો શણગારવામાં આવ્યા હતા. વિદ્યાધરોનાં વાજિંત્રોએ વાતાવરણને પ્રફુલ્લિત કરી દીધું હતું.
અમરકુમાર અને સુરસુંદરી દીક્ષા ગ્રહણ કરવા હવેલીથી નીકળ્યાં. ગુણમંજરી મૂચ્છિત થઈને ધરણી પર ઢળી પડી. રત્નજીની રાણીઓએ તેને સંભાળી લીધી. એક રથમાં તેની સાથે જ ચારેય રાણીઓ બેસી ગઈ.
અમરકુમારે અને સુરસુંદરીએ અઢળક સંપત્તિનું દાન આપ્યું. રત્નજ ટીએ, રાજા રિપુમર્દને અને રાજા ગુણપાલે પણ અપાર ધનનું દાન આપ્યું.
વરઘોડો નગરની બહાર ઉદ્યાનમાં આવ્યો કે જ્યાં ગુરુદેવ જ્ઞાનધર મહામુનિ બિરાજિત હતા. દંપતી રથમાંથી ઊતરી ગયાં. બીજા સહુ પણ રથમાંથી ઊતરી ગયા. વાજિંત્રો વાગતાં બંધ થયાં. બંનેએ આવીને ગુરુદેવને પ્રદક્ષિણા દઈને વંદના કરી, ઇશાન ખૂણામાં જઈને, શરીર પરના અલંકારો ઉતાર્યા અને રત્નજટીના ખોળામાં આપ્યા. ત્યાર પછી સ્વયં કેશનું લંચન કર્યું. ગુરુદેવે બંનેને સાધુવેશ આપ્યો... અને મહાવ્રતોનું આરોપણ કર્યું.
બંનેને સાધુ-સાધ્વીના વેશમાં જોઈને ગુણમંજરીએ છાતી ફાટ રૂદન કર્યું.. તે મૂચ્છિત થઈ ગઈ. રત્નજ ટીની રાણીઓ તેને ઊંચકીને દૂર લઈ ગઈ.. ઉપચારો કરીને તેને સ્વસ્થ કરી.
બહેન! હિંમત ન હારો. સ્વસ્થ બનો. અત્યારે તો તમારે એ બંનેને અંતઃકરણની શુભ કામનાઓ આપવાની છે..”
હું જોઈ નહીં શકું એમને આ વેશમાં... મને દૂર લઈ જાઓ... મારા પ્રાણ નીકળી પડશે...”
ગુણમંજરીને રથમાં બેસાડી ચારે રાણીઓ હવેલીમાં પહોંચી. તેને ખૂબ આશ્વાસન આપીને સ્વસ્થ કરી. મહાવ્રતોનું આરોપણ કરીને, ગુરુદેવે એ બેને ઉદ્દેશીને કહ્યું:
હે પુણ્યશાળી, આજે તમે ભવસાગરને તરવા સંયમની નાવમાં બેઠાં છો. તમારે ક્રોધ-માન-માયા અને લોભ પર વિજય મેળવવાનો છે. તમારે
For Private And Personal Use Only