________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૦
પ્રીત કિયે દુ:ખ હોય
સુરસુંદરીએ સર્વપ્રથમ અમરકુમારનો પરિચય કરાવ્યો. તે પછી ગુણમંજરી... માતા-પિતા... ધનાવહ શેઠ અને ધનવતી... બધાંનો પરિચય કરાવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા રિપુમર્દને નગરમાં પધારવા રત્નજટીને વિનંતી કરી. ખૂબ ધૂમધામ સાથે રત્નજટીનું પરિવાર સહિત સ્વાગત કર્યું. રત્નજટીએ રાજમહેલમાં પહોંચીને રાજા રિપુમર્દનને તથા શ્રેષ્ઠી ધનાવહને વિનંતી કરી:
‘હે પૂજ્યો, આ દંપતીનો દીક્ષામહોત્સવ કરવાની મને અનુજ્ઞા આપો.' રત્નજટીને અનુમતિ મળી ગઈ. તેણે વિદ્યાધરોને આજ્ઞા કરીને ચંપાનગરીને ઇન્દ્રપુરી જેવી બનાવી દીધી, રત્નજટીની ચારે રાણીઓ તો સુરસુંદરીને ઘેરીને જ બેસી ગઈ. બેનાતટનગરમાં બનેલી તમામ ઘટનાઓ સુરસુંદરીએ કહી સંભળાવી... પુરુષરૂપે ગુણમંજરી સાથે કરેલાં લગ્નની વાત સાંભળીને રાણીઓ ખૂબ હસી... ગુણમંજરીને પણ દરેક રાણીએ ખૂબ સ્નેહથી ભીંજવી દીધી.
દીક્ષામહોત્સવ ખૂબ ભવ્યતાથી ઊજવવાની તૈયારીઓ થઈ ગઈ. ત્યાં બેનાતટનગરથી મહારાજા ગુણપાલ પણ પરિવાર સાથે આવી ગયા. મહારાજા રિપુમર્દને અને શ્રેષ્ઠી ધનાવહે ખૂબ ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું.
ગુણમંજરીએ જ પોતાનાં માતા-પિતાના મનનું સમાધાન કર્યું. રત્નજટીનો પરિચય કરાવ્યો. રાજા ગુણપાલ રત્નજટીને મળીને અતિ પ્રસન્ન થયા. રત્નજટીએ સુરસુંદરીનાં અપાર ગુણગાન કર્યાં. રાજા ગુણપાલે પણ સુરસુંદરીના અનેક ગુણો ગગદ્ સ્વરે યાદ કર્યા અને રત્નજટીને કહ્યું:
‘હે નરેશ્વર, ગુણમંજરીને એકે ભાઈ નથી... તમે...’
‘આજથી ગુણમંજરી મારી બહેન છે રાજન્! એની તમે કોઈ ચિંતા ન કરશો..’
‘નાથ, તો પછી ભાણેજનું નામકરણ અમે કરી દઈએ!’ ચારેય રાણીઓ બોલી.
‘અવશ્ય કરો!’
‘તેનું નામ અક્ષયકુમાર રાખીએ!’
‘બહુ સુંદર નામ પાડ્યું!' રાજા રિપુમર્દન પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું : ‘મારા પછી ચંપાનો રાજા અક્ષયકુમાર બનશે!'
સહુએ જયજયકાર કર્યો... અને પોતપોતાને સ્થાને ગયા.
For Private And Personal Use Only