________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
પ્રીત કિયે દુઃખ હોય કેમ આટલી બધી ઉદાસીનતા... મારી વહાલી ભાભીઓ?” ઉત્તરમાં આંસુ અને ડૂસકાં... સુરસુંદરી અસ્વસ્થ બની ગઈ...
શું થયું ભાભી!” સુરસુંદરીએ સહુથી મોટી રાણી મણિપ્રભાના મુખને પોતાના બે હાથમાં લઈ, ઊંચું કરતા પૂછયું. મણિપ્રભા બોલી શકતી નથી. તેણે પોતાનું મસ્તક સુરસુંદરીના ખોળામાં નાખી દીધું... ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુરસુંદરીની આંખો પણ વરસવા લાગી....
આજે આ બધું શું બની રહ્યું છે? મને કાંઈ સમજાતું નથી...' સુરસુંદરી રુદન કરતી બોલી. મણિપ્રભાએ સુરસુંદરીના આંસુ લૂછુયાં... ને બોલી:
બહેન, તમે ના રડો...' ‘તમને રોતાં હું જોઈ શકતી નથી...” હવે તો રુદન સિવાય અમારે શું કરવાનું છે, બહેન?” કેમ આવું અમંગલ બોલો છો... ભાભી?” તો શું બોલું? તમારા ભાઈએ અમને કહ્યું...” “શું કહ્યું ભાભી?” હવે બહેન થોડા દિવસની મહેમાન છે...” એ વાત તો હું અહીં આવી તે જ દિવસે કહી હતી ને?'
પરંતુ અમે “થોડા દિવસ નો અર્થ આવો નહોતાં સમજ્યાં. હજુ તો માત્ર છ મહિના જ વીત્યા છે...” “થોડા દિવસનો અર્થ હજુ બીજા છ મહિના કરી લો ને!'
સુરસુંદરીએ વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કર્યો. રાણીઓનાં રુદન અટકી ગયાં.
એટલે હજુ તમે છ મહિના રહેશો ને બહેન?” બીજી રાણી રત્નપ્રભાએ પ્રસન્ન વદને પૂછ્યું.
તો શું હું અહીંથી જલદી જતી રહેવાની છું? મારી આવી વહાલી ભાભીઓને છોડીને જવાનું મન જ નથી થતું... મન તો એમ બોલે છે... કે અહીં જ રહી જાને... સાસરે નથી જવું...”
ના, ના બહેન, સાસરે તો જવું જ જોઈએ... પરંતુ તમારા ભાઈએ અમને
For Private And Personal Use Only