________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રીત કિયે દુ:ખ હોય ભિન્ન કોઈ પણ પદાર્થ મારો નથી... ‘હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવસંપત્તિથી અને શરીરથી પણ જુદો છું...’ આ વિચાર રોજ-રોજ કરતા રહેવાથી મમત્વ ઘટતું જશે... ને આત્મભાવમાં મન સ્થિર બનતું જશે...’
‘મમત્વના સંસ્કારો તો જનમ-જનમના છે ને? એવા પ્રગાઢ સંસ્કારો શું થોડી ક્ષણોના આ પવિત્ર વિચારોથી નાશ પામે?'
‘કેમ નાશ ના પામે? ઘણાં વર્ષોથી ભેગા થયેલા ઘાસના ગંજને શું અગ્નિનો એક તણખો બાળી નથી નાંખતો? તત્ત્વચિંતન તો ભડભડતી આગ છે! અનંત જન્મોના કુસંસ્કારોના ઢેરને બાળીને ભસ્મ કરી દે! શાસ્ત્રોમાં એવાં ઘણાં દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે... મેં સાંભળ્યાં છે... અને વર્તમાનકાળમાં એવી ઘટનાઓ બનતી પણ જોઈ છે. આત્મ-ધ્યાનથી, પરમાત્મ-ધ્યાનથી અર્નેક ઘોર પાપી જીવો પણ પૂર્ણાત્મા બની ગયા છે... તો પછી આપણે કેમ પૂર્ણતાના માર્ગે પ્રગતિ ન કરી શકીએ?'
વળી, તમારો તો ગજબ પુણ્યોદય છે... તમને તો પિતા જ જ્ઞાની ગુરુદેવ મળ્યા છે... તમારી પાસે આકાશગામિની લબ્ધિ છે... જ્યારે તમને તત્ત્વચિંતનમાં કે આત્મ-ધ્યાનમાં કોઈ વિક્ષેપ પડે ત્યારે તમે ગુરુદેવ પાસે જઈને તેમનું માર્ગદર્શન લઈ શકો છો...
જ્ઞાનમાર્ગે અને ધ્યાનમાર્ગે પથપ્રદર્શક જ્ઞાની ગુરુદેવનું માર્ગદર્શન અત્યંત આવશ્યક હોય છે... તમને સરળતાથી એ માર્ગદર્શન મળી શકે એમ છે.
વળી, તમને તો પારિવારિક અનુકૂળતા પણ ખૂબ સારી મળી છે. મારી ચારેય ભાભી કેવી સુશીલ અને સંસ્કારી સન્નારીઓ છે! જે તમારી ઇચ્છા તે તેમની ઇચ્છા! જે તમારી આજ્ઞા તે તેમનું જીવન! મેં તો આ મહિનાઓમાં જોયું છે મારી આંખોથી... કે એ ચારેય રાણીઓ તમારા સુખ માટે જ જીવી રહી છે! અલબત્ત, એમને ભર્તાર પણ એવો જ ગુણનિધિ મારો ભાઈલો મળ્યો છે...!
ભાઈ, અનંત પુણ્યનો ઉદય હોય તો જ આવું અનુકૂળ પારિવારિક જીવન મળે. આવા સુંદર સરસ વાતાવરણમાં મનુષ્ય ધારે એટલો ધર્મ-પુરુષાર્થ કરી શકે.'
‘અમારું જીવન તો વૈભવ અને વિલાસથી ભરેલું છે.’
‘છતાં ‘દૃષ્ટિ’ બદલી શકાય, ભોગી પણ ત્યાગનું લક્ષ રાખી શકે. હૃદયના મંદિરે જ્ઞાન-દૃષ્ટિનો રત્નદીપક પ્રગટી શકે. બહારથી વિલાસી જીવ, અંતરથી અનાસક્ત રહી શકે....
For Private And Personal Use Only