________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૪૯ સજીવન થઈ ગયો! રાજાનો દેહ નિચ્ચેષ્ટ... નિસ્પ્રાણ પડ્યો રહ્યો! વિપ્રના દેહમાં રહેલો રાજા કુબડાને કહે છે:
જોયો ને મંત્રનો પ્રભાવ!'
હા, મહારાજા! હું પણ આ પ્રયોગ કરું છું... એમ કહીને તુરત જ તેણે મંત્રનું સ્મરણ કર્યું... ને તેણે રાજાના મૃતદેહમાં પ્રવેશ કરી દીધો! કૂબડાનું શરીર નિપ્રાણ બની ગયું.'
કૂબડો રાજા બની ગયો. રાજા બ્રાહ્મણ બની ગયો! રાજા હેબતાઈ ગયો... તે પૂછે છે: ‘તું આ મંત્ર ક્યારે શીખ્યો?' કૂબડો લુચ્ચાઈથી કહે છે: “તમારે મુખે સાંભળી સાંભળીને...!”
રાજાએ કહ્યું : ભલે તું શીખ્યો તો મને વાંધો નથી.... પણ હવે તું મારા દેહમાંથી નીકળી જા... હું મારા દેહમાં પ્રવેશ કરીશ...
કુબડો ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો: “હવે હું આ દેહ છોડું? એટલો હું મૂર્ખ નથી.. હવે હું જ રાજા બન્યો છું! તું તારે બ્રાહ્મણ દેહમાં ભટક્યા કર...' એમ કહીને, ઘોડા પર બેસીને તે નગરમાં આવી પહોંચ્યો. રાજમહેલે પહોંચ્યો... સીધો ગયો અંતેપુરમાં.. રાણી સાથે રતિક્રીડા કરી... ને રાજા તરીકે જીવવા માંડ્યો.
રાજા ઘણો પસ્તાવો કરે છે. પરંતુ હવે તેની વાત કોઈ સાચી માને એમ ન હતું. તે પરદેશમાં ચાલી નીકળ્યો.
રાજા બનેલા કૂબડાને રાણીએ પૂછ્યું: “સ્વામીનાથ, આપનો વહાલો કૂબડો કેમ દેખાતો નથી?'
રાજાએ કહ્યું: ‘જંગલમાં પશુએ તેને મારી નાંખ્યો!” સાંભળીને રાણી ખુશ થઈ.”
રાજા રોજ અંતપુરમાં આવે છે. રાણીને આશ્ચર્ય છે... કે કૂબડાના મરી ગયા પછી... મહારાજાની વાણી બદલાઈ ગઈ છે... વળી એમના હાવભાવ પણ ફરી ગયા છે... કામશાસ્ત્રનાં આસનો પણ ભૂલી ગયા છે... આમ શાથી બન્યું હશે?
રાણીએ મહામંત્રી મતિસાગરને પોતાની મૂંઝવણ કહી બતાવી. મહામંત્રી વિચક્ષણ હતો. તેણે રાણીને કહ્યું: “માતા, તમે ચિંતા ન કરો... થોડાં દિવસમાં ભેદ ખુલ્લો પડી જશે...'
For Private And Personal Use Only