________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
પ્રીત કિયે દુઃખ હોય
બહેન, મારે એક મહત્ત્વની વાત કહેવી છે.” સંકોચ વિના કહો! “મેં તને પહેલાં કહ્યું છે કે મારે ચાર રાણી છે. નણંદને જોઈને તે ચારેય ગાંડી-ઘેલી થઈ જશે... તને ઘણી વાતો પૂછશે... પરંતુ યક્ષદ્વીપથી માંડીને અહીં સુધીની કોઈપણ વાત એમને ના કરીશ.”
કેમ? જે બન્યું છે તે કહેવામાં શો વાંધો?'
મોટો વાંધો આવે મારી વહાલી બહેન! તને મારી રાણીઓ દુઃખિયારી જાણે... એ મોટી વાંધો! મારી બહેનને કોઈ દુઃખિયારી સમજીને એના તરફ દયા કે કરુણાની દૃષ્ટિથી જુએ, એ મને જરાય ન ગમે.”
પરંતુ, મારી દુઃખપૂર્ણ વાતો સાથે શ્રી નવકારમંત્રના પ્રભાવની વાતો સાંભળીને તેમને નવકારમંત્રના અચિંત્ય મહિમા પર શ્રદ્ધા નહીં થાય?'
“એ શ્રદ્ધા તો બીજી રીતે પણ તું જન્માવી શકીશ. તારા અંગત જીવનની વાતો તું અને હું એ બે જ જાણીએ. અંગત વાતો છ કાને ન જ જવી જોઈએ... નહીંતર ક્યારેક મોટો અનર્થ થઈ જાય... જો તને હું આ વિષય પર એક વાર્તા
જરૂર કહો... સમય પણ આનંદથી પસાર થઈ જશે. અને તમારી વાતની ગંભીરતા પણ મને સમજાશે.' રત્નજીએ વાતનો પ્રારંભ કર્યો. લીલાવતી નગરી હતી.' રાજાનું નામ હતું મુકુંદ અને રાણીનું નામ હતું સુશીલા.
એક દિવસ રાજા મુકુંદ રાજપુરુષ સાથે વનવિહાર કરવા ગયો. જ્યારે તે પાછો વળ્યો ત્યારે નગરના દરવાજા પાસે એક કૂબડાને ગાતો ને નાચતો જોયો. રાજા તેને પોતાના મહેલમાં લઈ આવ્યો.
કૂબડો ભિન્ન ભિન્ન ચેષ્ટાઓ કરીને રાજા અને રાણીનું મનોરંજન કરવા લાગ્યો. ગીતો ગાઈને અને નાચી-કૂદીને રાજા-રાણીનાં મન રીઝવવા લાગ્યો. રાજસભામાં પણ આવે અને અંતઃપુરમાં પણ જાય! એને ગમે ત્યાં જવાની ફરવાની છૂટ મળી ગઈ.
એક દિવસ મહામંત્રી મતિસાગર ગુપ્ત-મંત્રણા કરવા રાજાની પાસે આવ્યા. રાજાની પાસે કૂબડો બેઠેલો હતો. મહામંત્રીએ કહ્યું:
For Private And Personal Use Only