________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૦
પ્રીત કિયે દુ:ખ હોય
વિમાન ‘લવણસમુદ્ર’ પરથી પસાર થઈ રહ્યું હતું... નીચે પાણી જ પાણી સુરસુંદરી એ અપાર જલરાશિને અનિમેષ નયને જોઈ રહી હતી..ત્યાં રત્નજટીએ કહ્યું:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આનાથી પણ ઘણા મોટા સમુદ્રો આપણે પાર કરવાના છે!' ‘સાચી વાત છે! ફાર્બોદ્ધિ તો આઠ લાખ યોજનનો છે ને?’ ‘તમે તો દ્વીપ-સમુદ્રોનાં માપથી પણ જ્ઞાત છો!'
‘મેં પિતૃગૃહે અભ્યાસ કરેલો છે...ને!'
‘જો, હવે આપણે ‘ધાતકીખંડ' ઉપર ઊડી રહ્યાં છીએ!'
‘આ પણ જંબુદ્રીપની જેમ મનુષ્યક્ષેત્ર છે... પરંતુ અહીંની દુનિયા નિરાળી છે!!
વિમાન તીવ્ર ગતિથી ધાતકીખંડને પસાર કરી ગયું અને કાલોધિ પર ઊડવા માંડ્યું હતું. સુરસુંદરી જાણે પોતાનાં દુઃખો વીસરી ગઈ હતી... તેના મુખ પરથી વિષાદ વિખરાઈ ગયો હતો. જ્યાં કાલોદધિને પાર કરી વિમાન પુષ્કરવર-દ્વીપના આકાશ-પ્રદેશમાં પ્રવેશ્યું ત્યાં સુરસુંદરી બોલી ઊઠી:
‘આ છે પુષ્કરવર દ્વીપ' આના અડધા ભાગમાં મનુષ્યસૃષ્ટિ છે... અડધા ભાગમાં નથી... બરાબર ને?' તેણે રત્નજટી સામે જોયું.
‘સાચી વાત છે તારી. હવે આપણું ઉડ્ડયન મનુષ્યક્ષેત્રની બહારના પ્રદેશ ઉપરથી થશે.’
પુષ્કરવર દ્વીપ પરથી વિમાન પુષ્કરવર સમુદ્રમાં પ્રવેશ્યું. રત્નજટીએ સુરસુંદરીને
કહ્યું:
બહેન, હું એક વિવેક તો ચૂક્યો...'
‘તે શું?’
‘તને ભોજન અંગે તો પૂછ્યું જ નહીં!’
‘મને ક્ષુધાનો અનુભવ જ નથી... આ યાત્રામાં ખાવા-પીવાનું યાદ ન આવે! કેવી અદ્ભુત યાત્રા થઈ રહી છે! અરે જુઓ, આપણે હવે વારુણીવર દ્વીપ ઉપર આવી ગયાં!'
‘હા, આ વારુણીવર દ્વીપ જ છે! અહીં માનવસૃષ્ટિ નથી.’
'હવે કોઈ જ દ્વીપ પર માનવસૃષ્ટિ નહીં હોય. અઢી દ્વીપમાં જ માનવસૃષ્ટિ હોય.'
For Private And Personal Use Only