________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
ઝ
8
વૈદ્યરાજ, અમે દેવી લીલાવતીના ભવનથી આવીએ છીએ. દેવીએ કહેવરાવ્યું છે કે આ નવાગજુક સુંદરીના દર્શને જાણીને તેનો ઉપચાર કરવાનો છે.”
સરિતાએ વૈદ્યરાજને નમન કરી, વિનયપૂર્વક નિવેદન કર્યું.
ભલે, તમે અંદરના ખંડમાં બેસો, હું મારા નિત્યકર્મથી પરવારીને તપાસી લઈશ.”
જો આપને વિલંબ થાય એમ હોય તો આ સુંદરીને અહીં બેસાડીને હું જાઉં..” “થોડો વિલંબ તો થશે. તારે જવું હોય તો તું જા.”
સુંદરીની સામે જોઈને સરિતાએ જવાની અનુમતિ માંગી. સુંદરીએ મૌન સંમતિ આપી. ઇશારાથી જંગલનો માર્ગ બતાવીને સડસડાટ ચાલી ગઈ.
સુરસુંદરીએ બારીમાંથી દૂર દૂર સુધી પથરાયેલા જંગલને જોયું. વૃક્ષો હતાં. ખાડા-ટેકરા હતા... બે ત્રણ કોસ દૂર નીકળી ગયા પછી કોઈની દૃષ્ટિમાં અવાય એવું ન હતું. નિત્યકર્મથી પરવારીને વયોવૃદ્ધ વૈદ્યરાજ સુરસુંદરી પાસે આવ્યા.
કહે બેટી, તને શાની પીડા છે?' “હે તાત, મારી પીડાઓનો અંત નથી. પતિથી ત્યજાયેલી અને વેશ્યાથી ખરીદાયેલી હું એક રાજકુમારી છું... આપના શરણે આવી છું. મને બચાવી લો...”
બેટી, હું તો એક વૈદ્ય છું..”
જાણું છું... ગુપ્ત રોગનું બહાનું કાઢીને અહીં આવી છું. મારે અહીંથી ભાગી જવું છે. મારા પ્રાણના ભોગે પણ હું મારા શીલનું જતન કરવા ઇચ્છે છું. હું આપની એક સહાય માગું છું...” કહે, બેટી, હું તને શી સહાય કરું?'
હું અહીંથી ચાલી જઈશ.. લીલાવતી તપાસ કરવા અહીં આવશે. આપ એટલું જ કહેશો કે એ અહીંથી ક્યાં ગઈ, તે હું જાણતો નથી. મેં તેને તપાસીને ઔષધિ આપી છે.'
For Private And Personal Use Only