________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ક ઉક.
પ્રીત કિયે દુઃખ હોય “હા, હા, હું રાજકુમારી છું, સાત કોડીનું હું ગમે તે કરું, તેમાં તારે શી પંચાત? સાત કોડીમાં રાજ લઉં...!'
૦ ૦ ૦ સુરસુંદરી રોષથી ધ્રૂજી રહી હતી. એનો ગૌરવર્ણાય ચહેરો લાલચોળ થઈ ગયો હતો. એણે પોતાનાં પુસ્તકો લીધાં અને પાઠશાળામાંથી બહાર નીકળી ગઈ. અન્ય છાત્ર અને છાત્રાઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં. તેમને મન અસંભવિત વાત બની ગઈ હતી. પાઠશાળામાં સહુ છાત્ર-છાત્રાઓ અમરકુમાર અને સુરસુંદરીની મિત્રતા જાણતાં હતાં. અમરકુમાર પોતાની જગા પર બેઠો હતો. એણે પુસ્તકમાં પોતાનું મુખ છુપાવ્યું હતું.
પંડિતજીની અનુપસ્થિતિમાં અમરકુમાર જ પાઠશાળાને સંભાળતો હતો. તેણે છાત્ર-છાત્રાઓને રજા આપી દીધી. સહુ છાત્ર-છાત્રાઓ ચાલ્યાં ગયાં. પછી અમરકુમાર એકલો બેસી રહ્યો. તેનું તરૂણ મન બેચેન બની ગયું હતું. ક્ષણમાં ઉત્તેજિત થતું હતું... ક્ષણમાં રડી પડતું હતું.
માત્ર સાત કોડી માટે સુંદરીએ બધાં છાત્ર-છાત્રાઓની વચ્ચે મને ઉતારી પાડ્યો. મારું ઘોર અપમાન કર્યું. મને ચોર કહ્યો... હું નહોતો જાણતો કે એ આટલી લોભી હશે.. મને જાણ ન હતી કે એ સાત કોડીની ખાતર પ્રેમના ચૂરેચૂરા કરી નાંખશે. મને એના પર કેટલો બધો વિશ્વાસ હતો? મેં તો ધાર્યું હતું કે એ જાગીને એના ભાગની મીઠાઈ જોશે... મારી સામે આશ્ચર્યથી જોઈ રહેશે... મને પૂછશે... હું એને કહીશ કે આ તારા પૈસે મેં ઉજાણી કરી છે... ત્યારે ખુશ થશે. મને એના ભાગમાંથી મીઠાઈ ખવડાવીને પછી એ ખાશે... અને કહેશે: “અમર, હવે મારો વારો આવવા દે! તારા ખીસામાંથી સોનામહોર કાઢી લઈને હું ઉજાણી કરીશ...!'
“પરંતુ મારી જ ભૂલ થઈ છે. રાજકુમારી સાથે મિત્રતા જ ન બાંધવી જોઈએ. રાજાઓ અભિમાની જ હોય! એમની દીકરીઓ એમના કરતાંય વધારે ઘમંડી હોય.. ભલે, એનો ઘમંડ એની પાસે રહે... હું હવે એની સાથે બોલીશ જ નહીં. એની સામે પણ નહીં જોઉં...'
પેલા દિવસે... જ્યારે પાઠશાળામાંથી અમે બન્ને સાથે ઘેર જવા નીકળ્યાં હતાં ત્યારે એણે મને કહેલું: “અમર, તું બહુ સારો છોકરો છે... મને તું ખૂબ ગમે છે... પાઠશાળામાં ભણતાં ભણતાં તારી સામે મારી નજર જાય છે. ને ચોંટી જાય છે... બસ, તને જોયા જ કરું... છું.. અમર, હું તને ગમું છું ને?'
For Private And Personal Use Only