________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યશતક
तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः | विनयस्व स्वयं रागभुजंगम-महाविषम् ।।२४ ।।
: અર્થ : (હે આત્મ) તું સ્વયં વિવેકરૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરી, તંદુરસ્ત થઈ, રાગ-સર્પના તીવ્ર વિષને દૂર કર.
:વિવેચન : કરુણાવંત જ્ઞાની પુરુષો આટલું સમજાવે છે, છતાં રાગને પરવશ બનીને, વિવેકભ્રષ્ટ બનેલા.... ચૈતન્ય માટે તરફડતા જીવોની, એ જ્ઞાની પુરુષો ઉપેક્ષા નથી કરતા, તેમના ઉપર કરુણા કરીને કહે છે :
‘હજુ સર્વનાશ નથી થયો, હજુ મનુષ્યજીવન છે; દેવ-ગુરુનું સાંનિધ્ય છે, માટે નીરોગી-નિરામય બનવાની તક છે. રાગના તીવ્ર વિષનો નાશ કરી દે. એ માટે વિવેકના અમૃત-સમુદ્રમાં કૂદી પડ... આત્મસ્નાન કર. જ્યાં સુધી રાગનું ઝેર ઊતરી ન જાય ત્યાં સુધી સ્નાન કર્યું જ જા. એક ક્ષણ એવી આવશે,
જ્યારે રાગનું ઝેર ઊતરી જશે. વિવેકનું અજવાળું પથરાશે.... અને તું મોક્ષમાર્ગ પર દોડવા લાગીશ.”
સાર-અસારનો, ધર્મ-અધર્મનો, પુણ્ય-પાપનો, હેય-ઉપાદેયનો, સમ્યક્તમિથ્યાત્વનો અને આચાર-અનાચારનો વિવેક જાગ્રત જોઈએ. આ વિવેક જ આત્માનું સાચું ચૈતન્ય છે.
અસારને સાર માનશો નહીં, અધર્મને ક્યારેય ધર્મ સમજશો નહીં, પાપને ક્યારેય પુણ્ય કહેશો નહીં, હેયને ક્યારેય ઉપાદેય માનવાની ભૂલ કરશો નહીં, મિથ્યાત્વને ક્યારેય સમ્યક્નમાં આરોપશો નહીં, અનાચારોને કદીય આચારોમાં ખપાવશો નહીં. આવી ભૂલો રાગનું ઝેર ફેલાવે છે. માટે રાગનું ઝેર વહેલી તકે ઉતારી નાંખવા જ્ઞાની પુરુષો પ્રેરણા આપે છે.
રાગની સંવાળી ધરતી પર ચાલતાં લપસી ન પડાય - એની ખૂબ કાળજી રાખવાની છે. આ સંસાર છે! રાગની ધરતી પર ચાલવું પડે.... ત્યાં ખૂબ સાવધાનીથી પગલાં મૂકજો!
For Private And Personal Use Only