________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સામ્પતક
औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।।३।।
:અર્થ : દાસીન્ય (મધ્યસ્થપણું) ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો!
વિવેચન : સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત!
-- ઉપા. યશોવિજયજી. ચિદાનન્દનો જય હો!
યોગી પુરુષોનો ચિદાનન્દ કહે છે : “હવે કેવળજ્ઞાનનું પ્રભાત પ્રગટ થયું સમજો! મુક્તિ હવે હાથવેંતમાં સમજો!'
યોગીના હૃદયમાં આવો ચિદાનન્દ ઉદાસીનભાવના કારણો પ્રગટે છે. ઉદાસીનભાવની પરિભાષા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે આપે છે :
અનાસંગ મતિ વિષયમ્, રાગ-દ્વેષકો છેદ,
સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે. આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે... અને ચિદાનન્દની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને “સમાધિશતક'માં -
૦ ઉદાસીનતા સુખસદન. ૦ ઉદાસીનતા સરલતા. ૦ ઉદાસીનતા જ્ઞાનફળ. કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે છે!
For Private And Personal Use Only