________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उन्मनीभूयमास्थाय निर्माय-समतावशात् । जयन्ति योगिनः शश्वदंगीकृत- शिवश्रियः । ॥ २ ॥
સામ્યશતક
: અર્થ:
માયારહિત સમતાના કારણે ‘ઉન્મનીભાવ' પ્રાપ્ત કરીને, હંમેશાં મોક્ષલક્ષ્મી અંગીકાર કરનારા યોગીઓ જય પામે છે.
:વિવેચન :
‘યોગીપુરુષોનો જય હો!'
આ વિશ્વમાં સદૈવ-સર્વત્ર યોગીપુરુષો જ વિજય પ્રાપ્ત કરે છે. ભોગીપુરુષો સદૈવ-સર્વત્ર પરાજય પામતા હોય છે!
વિજયનું મૂળ કારણ હોય છે, એમનો સમતાભાવ. માયારહિત સમતાભાવ! એમની સમતા સહજ હોય છે. કોઈ સ્વાર્થ-પ્રેરિત સમતા નથી હોતી, દાંભિક સમતા નથી હોતી. દાંભિક સમત્તા તો તેમને રાખવી પડે કે જેમને કોઈ ભૌતિક કાર્ય સિદ્ધ કરવું હોય. કોઈ સ્વાર્થ-સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય! યોગીપુરુષો તો ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિ તરફ ઉદાસીન હોય છે, નિર્મમ હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસંગ-અનાસક્ત હોય છે!
આવી સહજ સમતાથી યોગીને ‘ઉન્મનીભાવ'ની પ્રાપ્તિ થાય છે!
बहिरंतश्च समंतात् चिंताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ।। (યોગશાસ્ત્ર, પ્રાશ ૧૨)
‘બાહ્ય અને આંતર સર્વથા ચિંતારહિત અને ચેષ્ટારહિત થયેલા યોગી, તન્મયભાવને પ્રાપ્ત કરી, અત્યંત ‘ઉન્મનીભાવ' ને ધારણ કરે છે.’
આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે ઉભય-ભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે! આ રીતે મનનો નાશ થવો, એનું નામ ઉન્મનીભાવ!
For Private And Personal Use Only
મનનો પ્રેરક-ભાવ અને પ્રેર્ય-ભાવ નષ્ટ થઈ જાય, ચિંતા, સ્મૃતિ વગેરે મનોવ્યાપાર વિલય પામે એટલે નિર્વાત (વાયુ વિનાના) સ્થાનમાં રહેલા દીપકની જેમ આત્મામાં ‘તત્ત્વજ્ઞાન'નો ઉદય થાય છે.