________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
સાગ્યશતક
योगग्रंथमहांभोधिमवमथ्य मनोमथा। साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।।९७ ।।
': અર્થ : હે આત્મનુ, યોગગ્રંથરૂપ મહાસાગરને મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા.
:વિવેચન : શું તત્કાલ માનસિક સુખ જોઈએ છે? શું તત્કાલ મનના લેશોથી મુક્ત થવું છે?
તો યોગના ગ્રંથો, યોગના શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન કરી, મનના રવૈયાથી મંથન કરી, સમતામૃતને પ્રાપ્ત કર અને એ સમતામૃતનું પાન કર.
યોગના ગ્રંથો મહાસાગર જેવા છે!
મહાસાગરનું મનના મેરુથી મંથન કરો, તો સમતામૃતની પ્રાપ્તિ થશે; અને એ સમતામૃતનું પાન કરી તમે પરમસુખનો અનુભવ કરશો,
જ આ ગ્રંથની રચના કરનાર આચાર્યદેવે, અનેક યોગગ્રંથોનું અધ્યયનમનન-મંથન કરીને આ ગ્રંથની રચના કરી છે. એટલે આપણને તો તૈયાર જ અમૃત-પ્યાલો મળી ગયો છે! બસ, એ અમૃતનું આપણે પાન કરીએ, પાન કરતા રહીએ, એ જ જરૂરી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
योगग्रंथ जलनिधि मथो, करी मन को मंथान,
समता अमृत पाई के अनुभव रस को जान । જ્યારે જ્યારે મન અશાન્ત થાય, બેચેન થાય, ઉદ્વિગ્ન થાય, ત્યારે આ સામ્યશતકને હાથમાં લો અને એના ગમે તે ચાર-પાંચ શ્લોકનું એકાગ્રતાથી વાંચન-મનન કરો. તમને તત્કાલ શાન્તિ-સમતા મળશે. તમે સ્વસ્થ બનશો.
For Private And Personal Use Only