________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું.
૮૩ જ એના પ્રત્યે દ્વેષ કે અણગમો જાગે છે તે પણ પૂર્વજન્મના વેરભાવના સંસ્કારો વિના ન જ બની શકે.'
મને મુનિ કુમારની વાતમાં રસ પડ્યો. મેં ફરીથી પૂછ્યું :
“તો શું અહીં થતા બધા જ નેહસંબંધો અને વેરનાં બંધનોની પાછળ પૂર્વજન્મના સંસ્કારો કામ કરે છે?'
“ના, કેટલાક સંબંધોની પાછળ પૂર્વજન્મોના સંસ્કારો કારણરૂપ હોય છે અને કેટલાંક સંબંધો નવા પણ બનતા હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ સાથે પૂર્વજન્મોમાં સ્નેહસંબંધ ન હોય, છતાં આ જીવનમાં એની સાથે સ્નેહ બંધાઈ શકે. એવી રીતે, કોઈ વ્યક્તિ સાથે પૂર્વજન્મમાં વેર બંધાયેલું ન હોય છતાં આ જીવનમાં એની સાથે વેર બંધાઈ શકે!'
પણ મને એમ લાગે છે કે તમારી સાથે પૂર્વજન્મોમાં જરૂર પ્રગાઢ સ્નેહસંબંધ હશે જ, નહીંતર તમને પહેલી જ વાર જોતાં, મારા હૃદયમાં આટલો બધો પ્રેમ કેવી રીતે જાગે?”
ઋષિકુમારની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તેઓ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તેમણે નીચી દૃષ્ટિએ જ કહ્યું :
‘કુમાર, અજાણી અને અલગારી વ્યક્તિ સાથે પ્રેમ ન કરવો જોઈએ, સ્નેહ ન બાંધવો જોઈએ. હું તો ઋષિકુમાર છું. આજે અહીં છું. કાલે બીજે ચાલ્યો જાઉં! તમે પણ મુસાફર છો! આજે અચાનક અહીં આવી ચઢ્યા છો... હમણાં તમારો સમય પૂરો થતાં ચાલ્યા જવાના! મારી સાથે સ્નેહ ન બાંધો, નહીંતર વિયોગનું દુઃખ અનુભવશો....”
તેઓ ઊભા થયા અને “જય ઋષભદેવ!' બોલીને ચાલવા લાગ્યા. હું કુટિરની બહાર, આશ્રમના દ્વાર સુધી એમને વળાવીને પાછો ફર્યો.... પરંતુ પાછા ફરતાં મેં એમને કહ્યું કે, “આજે તો અમે સહુ અહીં રોકાઈ જઈશું, કાલે તમને જરૂર મળીશ.' તેમણે મારી સામે સ્નેહભરી દૃષ્ટિથી જોયું અને ઝડપથી તેઓ પોતાની કુટિર તરફ ચાલ્યા ગયા.
હું પાછો ફર્યો. પરંતુ ઋષિકુમારે મારું હૃદય જીતી લીધું હતું. મને એ ઋષિકુમારમાં ઋષિદત્તાનાં જાણે દર્શન થતાં હતાં! ઋષિદત્તાના મૃત્યુ પછી જો મારું મન પ્રફુલ્લિત થયું હોય, આનંદિત થયું હોય, તો તે આજે જ! આ ઋષિકુમારના આકસ્મિક મિલને મારા સંતપ્ત હૃદય ઉપર ચંદન વિલેપન કર્યું
હતું.
For Private And Personal Use Only