________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
પાંપણે બાંધ્યું પાણિયારું
વ્યક્તિ ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડે છે! અને આમ કરવાનો આશય ઋષિદત્તાને હત્યારી તરીકે સિદ્ધ કરવાનો હોઈ શકે.... પણ શા માટે? તે હું સમજી શકતો ન હતો.
સંધ્યાનાં અંધારાં ધરતી પર ઊતર્યાં અને ગુપ્તચરોની જાળ નગરમાં સર્વત્ર પથરાઈ ગઈ. નગરમાં ભયનું વાતાવરણ તો છવાયેલું હતું જ. નગરવાસીઓ પણ પોતપોતાનાં ઘર બંધ કરીને પોતાની સુરક્ષાનો પ્રબંધ કરતા હતા, મેં રાજમહેલની ચારે બાજુ કડક ચોકી-પહેરો ગોઠવી દીધો. શસ્ત્રસજ્જ સૈનિકોને સતર્ક કરી દીધા હતા. જાણીતા કે અજાણ્યા કોઈ પણ માણસ ઉપર શંકા પડતાં, તેને પકડીને મારી પાસે હાજર કરવાની સૂચના આપી દીધી હતી.
નગરમાં અને રાજમહેલમાં વાતાવ૨ણ ગમગીન તો બની જ ગયું હતું. ઋષિદત્તા ઉપર એની અસર થાય, તે સ્વાભાવિક હતું. એના મુખ ઉપર પણ ગંભીરતા અને ઉદાસીનતા આવી જતી હતી. છતાં હું એને નિશ્ચિત અને પ્રસન્ન રાખવા એની સાથે હસીને વાતો કરતો હતો. આજે મેં એની સાથે ઘણી વાતો કરી, એનું મન પ્રફુલ્લિત થયું.... તે નિદ્રાધીન થઈ... હું જાગતો જ રહ્યો. મેં મારી કટા૨ી મારી પાસે જ રાખી હતી. મારા શયનગૃહને ખૂબ ઝીણવટથી તપાસી મેં બારી-બારણાં બંધ કર્યાં અને પલંગમાં જાગતો આડો પડ્યો.
મધ્યરાત્રિનો સમય થયો. નીરવ શાંતિ હતી. ચોકીદારોની આલબેલ અને અશ્વોના હણહણાટ.... પક્ષીઓનો ક્યારેક કલરવ.... કે હવામાં અફળાતી વૃક્ષોની ડાળીઓનો અવાજ .... એ સિવાય કંઈ જ સંભળાતું ન હતું. શયનગૃહના રત્નદીપકો ઝાંખો ઝાંખો પ્રકાશ પાથરી રહ્યા હતા. ઋષિદત્તા નિદ્રાધીન હતી. તેના હાથ ક્યારેક ક્યારેક મારી તરફ લંબાતા હતા. તેના મુખ પર પ્રસન્નતા પથરાયેલી હતી.... મને આશ્રમ યાદ આવી ગયો.... રાજર્ષિ યાદ આવી ગયા.... એમણે કરેલી વાતો યાદ આવી ગઈ.... ભૂતકાળની એ સ્મૃતિઓ મને સુખદ સ્પર્શ કરી જતી હતી.... પરંતુ એ સ્મૃતિઓને વાગોળતો હું ક્યારે નિદ્રાધીન થઈ ગયો, એની મને ખબર ન પડી! જ્યારે મારી આંખો ખુલી ત્યારે પ્રભાત થઈ ગયું હતું.... હું સફાળો બેઠો થઈ ગયો.... મેં ઋષિદત્તાને જોઈ.... ‘ઓ....' મને તમ્મર આવી ગયાં.... એ જ દુર્ઘટનાનું પુનરાવર્તન... ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું અને માંસના ટુકડા એના ઓશીકે! મેં કલ્પના કરી જ લીધી કે નગરમાં જરૂર હત્યા થઈ હશે.... અને મારી કલ્પના સાચી પડી. ઋષિદત્તાનું મુખ ધોઈ નાંખીને, માંસના ટુકડાઓ ખાળમાં નાંખી દઈને હું શયનગૃહમાંથી બહાર નીકળ્યો, ત્યારે નગરમાં થયેલી હત્યાના સમાચાર મને મળી ગયા....
For Private And Personal Use Only